________________
૪૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોવાથી ત્યાજ્ય છે જ્યારે ધાન્ય વિશેષ કળથી–પૂર્વની જેમ ભક્ષ્ય જાણવી. સોમિલના આત્મ વિષયક પ્રશ્નો - હવેના પ્રશ્નોથી આપણને ભગવાન મહાવીરસ્વામીના સમયના પાંડિત્ય ગર્વિષ્ઠ, વાદ-વિવાદ–વિતંડાવાદ–જપ તર્ક– છલ-હેત્વાભાસ આદિથી એક બીજાને પરાસ્ત કરવામાં તે સમયના પંડિતે કેવા દાવપેચ રમી રહ્યાં હતાં તેને ઐતિહાસિક પરિચય થશે, જે જ્ઞાનવૃદ્ધિનું કારણ છે.
માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાત્વના તાવની અસર હોય છે, ત્યા સુધી તેનું જીવન-વચન અને વ્યવહાર પણ વક્ર જ હોય છે. જેનાથી દેશ તથા સમાજને ભયંકર નુકશાન થવા ઉપરાંત જાતિ વાદ કે સંપ્રદાયના વિષચક પણ કાળા નાગની જેમ ફૂંફાડા મારતા હોય છે.
ભગવાન મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, સર્વદશી છે, આ બધી દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં સેમિલના પ્રશ્નોમાં યદ્યપિ જિજ્ઞાસા હેઈ શકે છે. પણ જે જિજ્ઞાસામા વકતા હોય ત્યાં માનવના જીવન કવનની શી દશા?
સોમિલ પૂછે છે કે હે પ્રભો! આપ એક છે ? બે છે? અક્ષય છે? અવ્યય છે? સારાશ કે ભગવાન યદિ પિતાનામાં એકતાનો એટલે કે “હું એક છું” આ એકરાર કરી લે તે શ્રોત્ર આદિ વિજ્ઞાનેને અને અવમાં રહેલા અનેકપણાને સિદ્ધ કરી ભગવાનના એકત્વનું ખંડન બરાબર કરી શકીશ. યદિ “હું બે છું’ આમ ભગવાન કહેશે તે પ્રથમ કહેલા એકત્વવાદ સાથે વિરોધ બતાવીને પણ તેમને નિરુત્તર કરી