________________
આબેહુબ દશ્ય ખડું કરતું જેકેટ પરતું ચિત્ર જોતાં જ પ્રથમ નજરે જ “ગ્રંથ ગમી ગ છે.
પ્રસ્તુત પુસ્તકમાં ગણધર ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછેલા અનેક પ્રશ્નોના સ્વમુખે જ આપેલા ઉત્તરે રૂપે ભગવતીસૂત્ર સાર સંગ્રહમાં ૬થી૧૧ શતકના ઉદ્દેશકોમાં સરળ શૈલીમાં આલેખાયેલ શાસ્ત્રસાર વાંચતા-વિચારતા અંતર (હદય) આનંદ વિભેર ને ગદગદ બની ગયું. કેવી સુંદર દેશના અને કેવી સરસ રચના !
“ભગવતી”ના પ્રથમ ભાગની જેમજ આ દ્વિતિય ભાગમાં પણ આપશ્રીએ અત્યંત શ્રમ વેઠી, દિલ નિચોવી, ભગવતી સૂત્ર જેવા માર્મિક અને કઠીન વિષયને લેગ્ય શૈલિમાં લખી એને સરળ બનાવેલ છે.
ભાવુક ને જિજ્ઞાસુ વાચકને આવા ગહન તત્ત્વજ્ઞાનનું સત્ત્વ સમજવામાં સરળતા રહેશે. દયાન દોરે છે તે એ હકીકત કે “પ્રથમ ભાગ આપના ગુરુદેવે તૈયાર કરેલ છે પરથી વિસ્તૃત કરીને રજુ કરેલ, જ્યારે આ “બીજો ભાગ” તે આપશ્રીએ માનપૂર્વક વિચારી સમજી એક સ્વતંત્ર કૃતિ તરીકે પ્રકાશિત કર્યો છે. તેમ છતાં “ભગવતીજીની મૌલિકતાને માર્મિકતા સંપૂર્ણ રીતે સચવાઈ છે. આપશ્રીએ આપની આગવી સુંદર શિલિમાં અલ્પજ્ઞાની બાળને એ સમજાય અને ગ્રાહા બને એવી રસપ્રદ રીતે કરેલ રજુઆત ખરેખર પ્રશંસા માંગી લે છે.
આપશ્રીએ ઘણું “ચાતુર્માસમાં ભગવતી સૂત્ર વ્યાખ્યાન દ્વારા શ્રોતાઓને સુંદર રીતે સમજાવેલ છે, એટલે આપને તે “ભગવતી સૂત્રનું વાંચન-મનન-ચિંતન ને પરિશીલન સહજ બની ગયું છે, જેના નિડરૂપે આ ગ્રંથ તૈયાર થયેલ હોઈ ઘણેજ સુવા, સુગમ અને સરળ બન્યું છે. આ રીતે