________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે સમયે સેમિલને આ વાતની ખબર પડી કે ભગવાન મહાવીરસ્વામી પધાર્યા છે, તે હું પણ તેમની પાસે જાઉં અને જુદી જુદી જાતના પ્રશ્નો પૂછીશ અને તેમને જવાબ યદિ યથાર્થરૂપે આપશે તે ભગવતની પર્ય પાસના કરીશ, અન્યથા તેમને નિરુત્તર કરીશ. આમ નકકી કરીને સ્નાન કર્યું, વસ્ત્રો પહેર્યા, મંગળ પ્રાયશ્ચિત કર્યા અને ઘરથી બહાર આવ્યા. પિતાના શિષ્યોને સાથે લઈને દૂતિ પલાશ ઉદ્યાનમાં આ અને છેડે દૂર ઉભે રહીને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછયાં ?
(૧) હે પ્રભે ! આપ શ્રીમાનને યાત્રા છે? (૨) હે નાથ ! આપશ્રીને યાપનીય છે? (૩) આપશ્રી અવ્યાબાધ છે? (૪) અને આપને પ્રાસુક વિહાર છે?
જવાબ આપતા પ્રભુએ કહ્યું કે હે મિલ! મને યાત્રા છે, યાપનીય છે, અવ્યાબાધ છે અને પ્રાસુક વિહાર પણ છે. આપશ્રીને યાત્રા શું છે?
ભગવંતે કહ્યું કે તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન અને આવશ્યક ગેમાં યતના એટલે જ્ઞાનપૂર્વક મારો આત્મા વર્તમાન છે. કેમકે કર્મોના ભારથી મુક્ત થવા માટે અને આત્માને પરમાત્મપદ પ્રાપ્ત કરાવવા માટે ઉપર પ્રમાણેની મને યાત્રા છે. વિશેષાર્થ આ છેઃ
(૧) તપ :– સ્વીકારેલા સંયમની રક્ષા માટે તથા પૂર્વકુત કર્મોની નિર્જરા માટે ઉપવાસાદિ સમ્યક્ પ્રકારે કરાય તે તપ છે જે કરાયેલા પાપોનો છેદ કરાવનાર દસ પ્રકારના પ્રાયશ્ચિતમ વિદ્યમાન તપ વિશેષ છે.