________________
૪૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને વિકલેન્દ્રિયની સંજ્ઞાથી સંબંધિત થશે અને નારકે, તિર્યંચે, મનુષ્યો કે દેવ મરીને તિર્યંચ કે મનુષ્ય અવતારમાં આવવાના હોય તેમને ભવ્ય દ્રવ્ય તિર્યંચ કે મનુષ્ય પણ કહી શકાય છે. શેષ વાણ વ્યંતર–તિષ્ક–વિમાનિક આદિને માટે પણ જાણવું. આયુષ્યની સ્થિતિ કેટલી છે?
ભવ્ય દ્રવ્ય નારકની જઘન્ય આયુષ્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે એટલે કે અન્તર્મુહૂર્તની આયુષ્ય મર્યાદાવાળા સંસી કે અસંજ્ઞી મરીને નરકમાં જવાના હોય તે ઉત્કૃષ્ટથી એક પૂર્વ કરેડ વર્ષની સ્થિતિવાળા સંશી તિર્યંચ કે મનુષ્ય મરીને નરકમાં જવાના હેય તેમની પૂર્વકેટિ આયુષ્ય મર્યાદા જાણવી.
ભવ્ય દ્રવ્ય અસુરકુમારે માટે જઘન્યથી સંજ્ઞી તિર્યંચ કે મનુષ્યને ઉદ્દેશી અંતર્મુહૂર્તની છે અને ઉતરકુરૂ આદિ યૌગલિકેને લઈ ત્રણ પાપમની ઉત્કૃષ્ટથી જાણવી. યાવત્ સ્તનિક દેવે સુધી જાણવું.
ભવ્ય પૃથ્વીકાયિકે અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિવાળા છે, અને ઉત્કૃષ્ટથી કાંઈક વધારે બે સાગરોપમની કહી છે. આ વાત ઈશાન દેવે માટે જાણવી. દ્રવ્ય અપૂકાયિકે પણ ઉપર પ્રમાણે જાણવા કેમકે ઈશાન સુધીના દેવે પૃથ્વીકાયિક થઈ શકે છે તે અપ્રકાયિક થતાં પણ તેને કેણ રેકી શકવાના હતા?
દ્રવ્ય વાયુકાયિક, તેજસ્કાયિક નારકની જેમ જાણવા. દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યો જઘન્યથી અતર્મુહૂર્ત અને