________________
શતક ૧૮ મું : ઉદ્દેશક–૯ ભવ્ય દ્રવ્ય નૈરયિકાદિની વકતવ્યતા :
રાજગૃહી નગરીમાં સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામીએ પૂછ્યું કે, હે પ્રભે ! આ સંસારમાં શું ભવ્ય દ્રવ્ય નારકે છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! ભવ્ય દ્રવ્ય નારકે હેય છે. “પવિતુ ચોથો મળ:” આ સૂત્રને સરળાથે આ છે કે વર્તમાનમાં તે જીવ મનુષ્ય કે તિર્યંચના અવતારમાં છે અને ત્યાંથી મરીને નરકમાં જવાનું હોય તેને “ભવ્ય દ્રવ્ય નૈરયિક” કહેવાય છે, જે ત્રણ પ્રકારે છે – (૧) એક ભવિક:-ચાલ ભવ પૂર્ણ કરી તત્કાળ બીજા ભવે
નરકમાં જવાનો હેય. (૨) બદ્ધાયુષ્ક –ચાલુ ભવમાં આયુષ્યનો ત્રીજો ભાગ શેષ
રહેતા નરકનું આયુષ્ય કર્મ બાંધનારા. (૩) અભિમુખ નામ ગોત્ર –પૂર્વ ભવને ત્યાગ કરી નારક
આયુષ્ય અને નામ ગોત્રનું વેદના સાક્ષાત્ કરી રહ્યા હેય.
ભવિષ્યકાળમાં નારક થવાના હેય અને ગૃહીત એટલે ચાલુ ભવના પર્યાયને છોડ્યા પછી નારક થવાના હોય તે ભવ્ય દ્રવ્ય નારક કહેવાય છે. આ વ્યાખ્યાથી એટલું વધારે જાણવાનું કે જે એ ભૂતકાળમાં નરક પર્યાને ભેગવ્યા હોય તેમને સમાવેશ આમાં કરવાનો નહિ. પણ પછીના ભવમા જે નરકમાં જશે તેમને જ ભવ્ય દ્રવ્ય નારક સમજવા.