________________
૪પ૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય તે પણ તે ગુનેગાર કહેવાશે આ પ્રમાણે વ્યવહારના કાયદાઓથી પણ જાણી શકીએ છીએ કે હત્યાનો ભાવ હોય તે જ હત્યાનું પાપ લાગે છે. | મુનિરાજોનું જીવન અષ્ટપ્રવચનમાતાની આરાધનાપૂર્વકનું હેવાથી કેઈ પણ જીવને મન-વચન કે કાયાથી મારવાની ભાવનાવાળા નથી હોતા. માટે ભગવંતે કહ્યું કે મુનિના પગે વિરાધના થવા છતા પણ તેમને સાંપરાયિકી ક્રિયા નથી લાગતી
ગૃહસ્થ પણ સમ્યકત્વના પ્રકાશમાં આવી ગયું હોય તે તેના નિર્ધ્વસ પરિણામે નાબૂદ થઈ જવાના કારણે ગૃહસ્થાશ્રમની ક્રિયાઓ કરવા છતાં પાપનું બંધન બહુ જ અ૯પ હોય છે અને તે પણ પ્રતિક્રમણ કર્યા પછી ખંખેરાઈ જાય છે
समदिट्ठी जीवो जइवि हु पावं समायरे किंचि ।
अप्पो सि होइ बद्धो जेण न निद्धधस कुणइ ॥ જૈન મુનિઓ શું બાળ છે?
તે કાળે તે સમયે રાજગૃહી નગરી હતી. ગુણશિલક નામનું ચદ્યાન હતું. પૃથ્વીશિલા પટ્ટક હતું. તેનાથી બહુ દુર નહિ અને બહુ નજદીક નહિ એવા બીજા મતના અનુયાયિઓ (અન્ય મૂથિકે) રહેતા હતાં.
તે સમયે ભગવાન મહાવીરસ્વામી ત્યાં પધાર્યા, પર્ષદા આવી, ધર્મોપદેશ થયે અને સૌ પિત પિતાને ઘેર ગયાં.
તે સમયે દેવાધિદેવના મોટા શિષ્ય ગૌતમસ્વામી ઢીંચણ ઉચાં રાખીને એટલે કે બે પગ ઉપર બેઠા હતાં અને ધ્યાનસ્થ