________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૮ ઉપયોગવંત મુનિને કંઈ ક્રિયા લાગશે?
રાજગૃહી નગરીમાં સમવસરણુ ભગવંતને ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે 1 સંયમમાં સ્થિરતાને પ્રાપ્ત થયેલે મુનિ ઇસમિતિપૂર્વક યુગમાત્રદષ્ટિયુક્ત થઈ રસ્તે જતું હોય અને તેમનાં પગ નીચે કુકડીનું–બતકનું કે નાનુ કેઈ જીવ આવે અને મુનિના પગથી દબાઈને મરી જાય ત્યારે હે પ્રભો! તે મુનિને ઐપથિકી ક્રિયા લાગશે? કે સાંપરાયિકી કિયા?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે મુનિને સાંપરાયિકી ક્રિયા ન લાગતા કેવળ ઐર્યાપથિકી કિયા જ લાગશે. જેનું વિશદ વર્ણન પહેલા ભાગમાં થઈ ગયું છે.
નોંધ • ક્રિયા દ્વારા થતાં કર્મનું બંધન પરિણામે ઉપર રહ્યું છે કેમકે જ્યા ચિકાશ હોય છે ત્યાં જ રજ ચાટે છે પણ સૂકા થાભલા પર ચેટતી નથી અને જે તે અલ્પ પ્રયત્નથી ખરી પડે છે તે પ્રમાણે રાગદ્વેષ વિનાના જીવને ક્રિયા થવા છતાં પણ કર્મબંધન થતું નથી. સર્વથા નિર્દોષ નોકરના હાથે પારણું અકસ્માત તૂટી જાય અને બાળક મરી જાય તે પણ બાળકને મારવાનો ઈરાદો જરા પણ ન હોવાથી તેના પર હજાર પ્રયત્નો કર્યો પણ કેસ લાગુ પડતું નથી ઓપરેશન થિયેટર પર રોગીને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે મરી જાય તો પણ ડેકટર ઉપર ફેજદારીની એક પણ કલમ લાગુ પડતી નથી. બીજી તરફ ખૂનના ઈરાદાથી ધારીયું લઈને બીજાની પાછળ પડનારને પોલીસ પકડશે અને ખૂન ન કર્યું