________________
શતક ૧૮ મુ* : ઉદ્દેશક-૭
૪૫૧
યદિ પ્રત્યક્ષ દેખાતા પદાર્થાના અસ્તિત્વને જ સત્ય માનીએ તે વાયુ અને દેવાના અભાવ પણ માન્યા વિના છુટકારો નથી. તેમ છતાં પણ તમે પેાતે વાયુના, કાષ્ટગત અગ્નિના, સમુદ્રના પેલે પાર રહેલા પદાર્થાના કે દેવલેાકના દ્રવ્યાના અભાવ માનવા તૈયાર નથી તેા પછી ધર્માસ્તિ કાયાદિ ઘણા પદાર્થા એવા છે કે જે આપણા જેવા છદ્મસ્થાને માટે સથા અદૃશ્ય છે. છતાં પણ તેના કાર્યાથી તેમના સદ્ભાવ માનવેા પડે છે.
ઉપયુ ક્ત પ્રમાણે અન્ય યૂથિકોને નિરૂત્તર કરી મદુક શ્રાવક ભગવાનના સમવસરણમાં આવ્યે અને વંદન-નમન તથા પર્યું`પાસના કરીને એકાગ્રચિત્તે ઉભા રહેલા શ્રાવકને દેવાધિદેવે કહ્યું કે હું શ્રમણેાપાસક 1 તમે આજે ઘણું સારૂ કર્યુ, અન્ય યૂથિકોને તમે જે કહ્યુ તે ખરાખર કર્યું - છે. સર્વથા સત્ય કહ્યું છે.
ધર્માસ્તિ કાયાદિ અદૃશ્ય હાવાથી યિદ તમે તેમને કહ્યું હાત કે ‘હું” તે અસ્તિકાયાને જોઉં છું તે અથવા સંસારના ઘણા પદાર્થો, હેતુઓ, પ્રશ્નો અને ઉત્તરા છદ્મસ્થને અજ્ઞાત હાવા છતા, અદૃષ્ટ હેાવા છતાં પશુ એમ કહે કે હું તેમને જાણું છું, જોઉં છું તે તે છદ્મસ્થ અહિંની અને તેમના પ્રરૂપેલા ધની આશાતના કરનારા બને છે. તત્ત્વાને ન જાણવા છતાં પણ શ્રોતાઓની આગળ એમ કહે કે હું તે તત્ત્વાને જાણુ છુ તા તે કહેનારા કેવળી ભગવંતેાની આશાતના કરે છે. માટે હું શ્રાવક ! તમે ઠીક કર્યું તેમને સારી રીતે જવાબ આપ્યા છે.
ભગવ'તની વાણી સાંભળીને હષ્ટ-તુષ્ટ અને પુષ્ટ થયેલા શ્રાવક નમન-વંદન કરી પેાતાના ઉચિત સ્થાને બેસી ગયે