________________
૪૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હેવા છતાં પણ ધર્માસ્તિકાયાદિક પદાર્થોની યથાર્થતાને પણ જાણી શકતું નથી તેથી તારી શ્રમણોપાસકતા પણ કેવી ?
પરંતુ અરિહંતનું તત્વજ્ઞાન સમજીને બેઠેલે શ્રાવક આમ બીજાઓથી ગાંયે જાય તેવું ન હતું માટે ખૂબ શાંત થયેલા શ્રાવકે તેમને પૂછયું કે – મદ્રક –હે આયુષ્યમાતો! પ્રત્યક્ષ ચાલતા એવા વાયુકાયના
રૂપને તમે જોયું છે ? જાણ્યું છે? અન્યયૂ:-હે શ્રાવક! વાયુકાયના રૂપને અમે જોઈ શકતા નથી. મક્કઃ-પુગલમાં રહેલે ગંધ શું ઘ્રાણેન્દ્રિય સાથે રહે છે ? અન્યયૂ :-“હા” તે ગંધ ધ્રાણેન્દ્રિય સાથે રહે છે. મક્ક –તે ગંધ ગુણને તમે પ્રત્યક્ષ જોઈ શકે છે? અન્યયૂ :-પવનથી આવેલા ગંધ ગુણને અમે જોતા નથી. મક્ક –અરણિકાઇમાં રહેલા અગ્નિને તમે જોઈ શકે છે? અન્યયૂ :-કાગત અગ્નિને અમે જોઈ શકતા નથી. મદ્રક –સમુદ્રના પેલા નાકે રહેલા અદશ્ય પદાર્થોને તમે જોઈ
શકે છે? અન્યય્ – સમુદ્રના પિલા કિનારે વિદ્યમાન અદક્ય પદાર્થો હોવા
છતાં પણ અમે જોઈ શકતા નથી. મક –દેવલોકમાં રહેલા પદાર્થોને તમે જોઈ શકે છે? અન્યયુ ત્યાંના વિદ્યમાન પદાર્થોને અમે જોયા નથી. મક્ક –હે આયુષ્યમ! અથવા તમે કે બીજા કેઈ પણ છદ્મસ્થ જે પદાર્થોને જાણવા કે જોવા માટે સમર્થ નથી, તેટલાં માત્રથી તે પદાર્થોને અભાવ શી રીતે માની શકીએ?