________________
રાતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૭
૪૪૭ કરે છે. ગુરૂઓના મુખેથી અરિહંતની વાણી સાંભળી પિતાની જાતને ધન્ય બનાવે છે અને ફરીથી દાન–શિયળ–તપ અને સારા ભાવો વડે ધર્મની આરાધના કરી રહ્યા છે-કરાવી રહ્યા છે અને કરવાવાળાઓને સહાયક પણ બને છે. મદિરે, જીર્ણોદ્ધારે, ઉપાશ્રયે, ઉપધાને આદિ કાર્યોમાં આગળ પડતો ભાગ લે છે.
જ્યારે પાપાનુબંધી પુણ્યના માલિકે પાસે ઘણું છે છતા તેમનાં ઓટલે જ મુનિરાજોને પણ ખાલી હાથે જવું પડે છે ઉપરાંત સરસ્વતી પણ સાંભળવી પડે છે. આ બધુ જોયા પછી આવતા ભવમાં આર્તધ્યાન કરવું ન પડે તેટલા પ્રમાણમાં ધર્મધ્યાનની બેંક મજબુત કરી લેવી જોઈએ.
નારને મહાભય કર પાપદય હોવાથી બાહ્ય ઉપધિને અભાવ હોય છે. માટે કર્મોપધિ અને શરીરે પધિ જ શેષ છે. એકેન્દ્રિયને નાકની જેમ સમજવા. શેષ દંડકેને ત્રણ પ્રકારની ઉપધિ જાણવી.
બીજા પ્રકારે એટલે સચિત, અચિત અને મિશ્રરૂપે ઉપધિ ત્રણ પ્રકારે છે. નારકને ત્રણે ઉપાધિ કહી છે જેમકે તેમનું શરીર સચિત ઉપધિ છે જન્મ સ્થાન અચિત છે અને શ્વાસશ્વાસ મિશ્ર છે કેમકે શરીર સચિત છે અને શ્વાસોશ્વાસ પૌગલિક હોવાથી જડ છે. આ પ્રમાણે ૨૪ દંડ માટે જાણવું.
પરિગ્રહ પણ ત્રણ પ્રકારે છે. કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહપ્રણિધાન કેટલા પ્રકારે છે?
ભગવંતે કહ્યું કે મન-વચન અને કાયરૂપે પ્રણિધાનના ત્રણ પ્રકાર છે.