________________
૪૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
' જવાબમાં ભગવંતે કહ્યું કે અસુરકુમારે માયામિથ્યાષ્ટિ સમ્પન્ન અને અમારી સમ્યગુદૃષ્ટિ સમ્પન્ન એમ બે જાતના છે આમાંથી પહેલા નંબરના આસુરદેવનું પુણ્યકર્મ ઘણું ઓછું હેવાથી હજાર પ્રયત્ન કરવા છતા પણ સારામાં સારા રૂપની વિદુર્વણ કરી શકવાને માટે સમર્થ થતું નથી બીજાના દેખાદેખી સારું કરવા જાય છે તે પણ વિકુર્વણામાં ક્યાય વકતા-ક્યાંય કરૂપતા આવ્યા વિના રહેતી નથી. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે એક માણસ સારી રીતે ધોતીયું પહેરવા માટે અને વટદાર પાટલી કરવા માટે ઘણો સમય બગાડે છે તે પહેરેલું ધોતીયું ભરવાડ જેવું જ લાગશે. એકની આંખે ચશ્મા એવા ફીટ થાય છે કે બીજાને જોવા ગમે છે ત્યારે બીજા માણસને ચહેરે જ એ છે કે ચશ્માની ફ્રેમ ગમે તેવી કિંમતી હશે તે તે શેભતી નથી. પ્રત્યુત કદરૂપી લાગશે અને બીજા પક્ષમાં પણ હસ્યા વિના તે ન જ રહે.
જ્યારે સમ્યગ્દષ્ટિ દેવ ઈચ્છા પ્રમાણે વિમુર્વણા કરી સર્વત્ર શેભનીય બને છે.
નોંધ : જેમના આન્તજીવન કષાયી, વિષયી અને સંસારની માયામાં ગળાડૂબ હોય છે, તે સારું કરવા ઇરછે છે છતાં તેમના હાથે વિવાહની વરસી થયા વિના રહેતી નથી, ભલું કરવા જતાં વૈર બંધાય છે, કેમકે તેમનાં મેરેમમાં પાપ છે. પાપ ભાવનાઓ છે, સ્વાર્થ છે અને માયામિથ્યાત્વ છે માટે સારું વિચારવા છતા પણ સારું કરી શકતા નથી. જશ લેવા જતા પણ અપજશ મળે છે. ભલું કરવા જશે પણ ભાગ્યમાં ભૂંડાઈ જ શેષ રહેશે. કારણ એ છે કે આતરજીવન જેવા રંગમાં રંગાયેલું હશે તેમને સંસાર વ્યવહાર પણ