________________
४३६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બીજો અલ્પકમી અને અલ્પવેદનાવાળો હોય છે આમ શા માટે?
કારણમાં કહેવાયું છે કે પહેલે નારક માયા મિથ્યાદષ્ટિ સપન્ન થઈને ઉત્પન્ન થયેલ છે અને બીજો અમાયી સમ્યગદષ્ટિ સમ્પન્ન થઈને અવતર્યો છે. આજે પણ આપણે સૌ સારના માનને પ્રત્યક્ષ કહી રહ્યા છીએ કે, દેવ દુર્લભ મનુષ્યાવતાર મેળવીને પણ તેમના જીવનમાં સમ્યકત્વને પ્રકાશ ન હોવાથી તેઓ મેહ, માયા અને મિથ્યાત્વના ઘેર આધકારમા ભય કરમાં ભયંકર ગુપ્ત કે અગુપ્ત પ્રકારે પાપ કર્મો સેવી રહ્યા છે. બીજાને પણ પ્રેરક બને છે અને બીજાના પાપે જોઈને રાજી રાજી થઈ રહી છે. જ્યારે બીજા માનવે સમ્યકત્વનો પ્રકાશ મેળવેલ હોવાથી ઘર સંસારમાં રહેવા છતાં પણ ઉદાસીનભાવે, ન છુટકે કરવું પડે છે તેમ સમજીને કરશે, કરાયેલા કર્મોની માફી માગશે. આ કારણે હે ગૌતમ! બંધાયેલા પાપકર્મોમાં ફરક પડવાથી પહેલે નારક મહાકમી અને મહાવેદના ભેગવનાર અને બીજો અલ્પકમ અને અલ્પવેદનાને ભેગવનારે બને છે
અસુરકુમારે માટે પણ ઉપર પ્રમાણે જાણવું. મિથ્યાષ્ટિ સમ્પન્ન અસુરકુમાર દેવલેક પામીને પણ મહાકર્મી, મહાઆશ્રવવાળો અને મહાવેદનાને ભેગવતે પિતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. જે સમ્યકત્વ સમ્પન્ન હશે તે અસુરકુમાર અપકમી થાવત્ અલ્પવેદનાવાળો હોય છે.
એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવે મિથ્યાષ્ટિ જ હોય છે. ઉત્તર સમયમાં મરતે નારક કયું આયુષ્ય ભોગવશે
પ્રશ્નને આશય એ છે કે અત્યારના સમયને નારક જીવ