________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૫
૪૩૫
અભયદાન દેવાવાળ, દાન કરનાર અને તપોધર્મની આરાધના કરવાવાળો હોવાના કારણે જીવ માત્રને મિત્ર બનશે અને જે ઘણું જીને મિત્ર હોય છે. તેની પાસે જ રમણીયતા, દર્શનીયતા, પ્રશંસનીયતા હોય છે. માટે પહેલા દેવની બાહ્ય અને આત્યંતર સુંદર હોય છે. જ્યારે મિથ્યાદની આત્મા પાસે પાપમાને કંટ્રોલ કરવાપણું ન હોવાથી સ્વાભાવિક છે તેનું બાહ્યજીવન અને આંતજીવન હિંસક, દુરાચારી અને ભેગવિલાસી હોય છે. ફળ સ્વરૂપે ઘણું જીવોનું હનન કાર્ય કરતો હોવાથી ભવાંતરમા મળનારી સંપત્તિઓ પણ ઓછા તેજવાળી બીજાને જોવી ન ગમે તેવી અલ્પ માત્રામાં મળે છે આ પ્રમાણે ગૌતમ! પહેલા નંબરનો દેવ જ્યારે આભૂષણો, વસ્ત્રો આદિને ધારણ કરે છે ત્યારે તે સોને માટે દર્શનીય અને પ્રશસનીય બને છે. વ્યવહારમાં પણ એક ભાગ્યશાળીના શરીર પર રહેલા વસ્ત્રો, ભૂષણે અને ચમા, ઘડીયાળ આદિ શંભી ઉઠે છે અને તેજ કે તેના જેવી વસ્તુઓ બીજાના શરીર પર ફીટ થતી નથી. માટે તેને જોવા માટે કેઈ તૈયાર નથી
પુણ્ય અને પાપના આ ચમકારા આપણા જીવનની પ્રત્યેક પળમા અનુભવાઈ રહ્યા છે માટે જૈન શાસને કહ્યું કે હે ભાગ્યશાલિન ! જ્યાં સુધી તમારા જીવનમાં પાપ માર્ગો બધ થયા નથી ત્યાં સુધી પુણ્યમાર્ગોને કઈ કાળે છેડશો નહી. ઉપર પ્રમાણેની વાત નાગકુમારના બે દેવ માટે યાવત સ્વનિતકુમાર દેવે સુધી જાણવું . બે નારકની ગુરૂકમિતા શા કારણે?
એક જ નરકાવાસમાં ઉત્પન્ન થયેલા બે નારકમાંથી એક નારક જીવ મહાકમી અને મહાદના ભગવતે હોય છે અને