________________
શતક ૧૮ મું : ઉશક–પ એક વિમાનમાં બે દેવોની વચ્ચે સુંદરતાદિમાં ફરક શા માટે?
હે પ્રભે! એક જ અસુરકુમારાવાસમાં બે દેવે ઉત્પન્ન થયાં હોય તેમાથી એક દેવ સુંદર અને ક્ષણે ક્ષણે બીજાને જેવા લાયક હોય છે જ્યારે બીજો દેવ સાધારણ અને અશોભનીય હેય છે તેમાં કારણ શું છે? દેવલેક એક છે છતાં દેવામાં ફરક કેમ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! દેવગતિમાં ઉત્પન્ન થનારા દેવે બે પ્રકારના હોય છે. અને તે સ્થાનને પ્રાપ્ત કરતાં પહેલા પણ તેમના જીવન–ભાષા-વ્યવહાર જુદા જુદા હોવાથી બંધાયેલા પુણ્ય કર્મમાં પણ તફાવત હોય છે.
(૧) અમાથી સમ્યગ્દષ્ટિ સમ્પન્ન. (૨) માયા મિથ્યાદષ્ટિ સમ્પન્ન.
પહેલે દેવ સરળતા અને સમ્યગ્દર્શનની આરાધનાથી બંધેલું તીવ્ર રસવાળું વૈકિય નામકર્મ અને બીજાએ શકતા આદિ માયા મિથ્યાદર્શનના સેવનથી બાંધેલું મંદ રસવાળું વૈકિય નામકર્મ. આ પ્રમાણે બંને દેશના નિમિત્તો જુદા જુદા હોવાથી બંનેના પુણ્ય કર્મોમાં પણ ફરક પડશે કેમકે સમ્યગુદર્શનની હાજરીમાં અશુભ કર્મોને બાધવાની લાયકાત ન હોવાથી તે સાધકનું જીવન અહિંસક, સંયમી, અને ધર્મ યુક્ત હોય છે. તેવી અવસ્થામાં અસંખ્યાતા અને અનંતજીને