________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૩
૪૨૫ નરકના નારકે, દશ ભવનપતિઓ, પાંચ સ્થાવ, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિર્ય વગેરે નિર્જરાના સૂક્ષ્મ પુદ્ગલેને જાણતા નથી, દેખતા નથી.
બંધ માટેની વક્તવ્યતા :
માકંદીપુત્ર મુનિના પૂછવાથી ભગવંતે કહ્યું કે, “બંધના બે પ્રકાર છે.” (૧) દ્રવ્યબંધ અને (૨) ભાવબંધ.
નેહપાશ આદિથી અથવા દ્રવ્યને અન્ય બંધ થાય તે દ્રવ્યન ધના પ્રયોગ અને વિશ્વસારૂપે બે ભેદ જાણવા. દેરડી આદિના પ્રયોગથી જે બંધ થાય તેને પ્રગબંધ કહેવાય છે અને સ્વાભાવિક રૂપે વાદળા આદિના બંધને વિસસાબંધ કહ્યો છે. તેમાથી વિસસાના સાદિક અને અનાદિક બે ભેદ છે. વાદળા આદિનો સાદિકબંધ છે અને ધર્માસ્તિકાયાદિને પરસ્પરને બંધ અનાદિને છે.
પ્રગબંધ પણ શિથિલ અને ગાઢરૂપે બે પ્રકાર છે. ભાવબંધના બે પ્રકાર છે. મૂળ પ્રકૃતિબંધ અને બીજો ઉત્તર પ્રકૃતિબંધ. મિથ્યાત્વાદિના કારણે જીવ સાથે જે કર્મોને બંધ થાય છે તે ભાવબંધ કહેવાય છે.
નારોથી યાવત્ વૈમાનિક સુધીના દંડકમાં બેને બંધ જાણવા. મૂળ અને ઉત્તરકમ પ્રકૃતિનું જ્ઞાન કર્મગ્રન્થાદિથી જાણી લેવું.
પાપ કર્મોમાં ભેદની વક્તવ્યતા :
માર્કદીપુત્ર મુનિએ પૂછ્યું કે હે પ્રભે' જીવે બાંધેલા,