________________
શતક ૧૮મું ઉદ્દેશક–૩
૪૨૩ થાવત્ નિર્વાણ પામી શકે? આ પ્રમાણે અપકયિક અને વનસ્પતિકાયિક માટે પણ પ્રશ્નો સમજી લેવા.
જવાબમાં ચરાચર સંસારના જીવમાત્ર પ્રત્યે સર્વથા નિષ્પક્ષ, યથાર્થવાદી ભગવંતે કહ્યું કે, “માનંદીપુત્ર અણગાર તે છે માનવભવ સ્વીકારીને બધા કર્મોને ક્ષય કરી નિર્વાણ પામે છે. કુણલેશ્યાવાળા પણ ત્રણે પ્રકારના જીવો મનુષ્ય અવતારમાં આવીને મેક્ષ મેળવવા ભાગ્યશાળી બની શકે છે. જ્યારે અગ્નિકાયિક અને વાયુકાયિક જીવે ત્યાંથી મરીને સીધે સીધા મનુષ્ય અવતાર મેળવવાને યોગ્ય બનતા નથી. દંડક પ્રકરણની ગાથામાં પણ કહેવાયું છે કે મનુષ્ય ગતિને માટે ચાર ગતિએ સર્વથા ઉઘાડી છે જ્યારે અગ્નિકાય અને વાયુકાયિકે મનુષ્યભવ મેળવી શકતા નથી.”
ભગવંત પાસેથી ઉપર પ્રમાણેને ખુલાસે મેળવ્યા પછી ખુશખુશ થયેલે માક દીપુત્ર મુનિ, જે સ્થળે બીજા મુનિરાજે બિરાજમાન હતાં ત્યાં ગયે અને ભગવાને આપેલે જવાબ કહી સંભળાવ્યું, પરંતુ ભગવંતના શ્રીમુખેથી પ્રત્યેક પ્રશ્નોને ઉત્તર સાભળવાની શ્રદ્ધાવાળા મુનિઓ માકંદીપુત્ર મુનિની વાતને સાચી નહીં માનતા તેઓ પરમાત્મા પાસે આવ્યા અને પૂછ્યું કે હે પ્રભે! જે વાત માકાદીપુત્ર મુનિએ કહી છે તે શું સાચી છે? આવું બની શકે છે ? ભગવતે કહ્યું કે હે મુનિઓ ! માકંદીપુત્ર મુનિની વાત સાચી છે ત્યાર પછી તે બધા શ્રમણો માકંદીપુત્ર મુનિ પાસે આવે છે અને સવિનય ક્ષમા માગે છે. ચરમકર્મની વક્તવ્યતા
ત્યાર પછી તે માકેદી પુત્ર મુનિ ઉત્થાન શક્તિ વડે ઉભા