________________
૪૨૧
શતક ૧૮મું ઉદ્દેશક-૨ તમારે ધર્મ બનજે. અષ્ટ પ્રવચન માતા એ જ સંયમને ઉત્પન્ન કરનારી છે માટે તેનાં જતનમાં હમેશાં જાગૃત રહેજે. નવ બ્રહ્મચર્યનું બખ્તર, સમ્યજ્ઞાનની તલવાર, ચરિત્ર ઢાલ, પ્રત્યે બેધ્યાન કેઈ કાળે બનશે નહી. અને ઉપગપૂર્વક રહેજે,
ભગવંતની આ પ્રમાણેની તથ્યવાણી સાંભળીને તે બધા મુનિઓ સંયમમાં સ્થિર થયાં.
કાર્તિક શેઠ (યુનિ) અષ્ટ પ્રવચન માતાના પાલનમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં સ્થિર થયા અને સ્થવિર પાસેથી સામાયિકથી લઈ યાવત્ ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તથા છઠ્ઠ–અઠ્ઠમ–ચાર-દશ આદિની તપશ્ચર્યાથી ભાવિત થઈને બાર વર્ષ સુધી સંયમ પાળીને એક મહિનાની સંખના કરી ૬૦ ભક્તોનું અનશન કર્યું અને કાળ કરી સૌધર્મ ક૫માં સૌધર્મ વિહંસક–વિમાનમાં-ઉપપાત સભામાં–ઈન્દ્ર તરીકે જન્મ્યા છે, જ્યાં બે સાગરોપમની સ્થિતિ છે
શતક ૧૮ ને ઉદેશે બીજે પૂર્ણ. એ