________________
૪૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વાસિત થયેલે એ હું પ્રવજ્યા ધર્મ સ્વીકારવાની ઈચ્છાવાળે થયે છું. તે તમે બધા શું કરવા ધારે છે કે વ્યવસાય કરશે ? તમારી આ તર્ગત ઈચ્છા શું છે? અને તમારામાં શું શક્તિ છે? સારાંશ કે મારી દીક્ષા થઈ ગયા પછી તમે શું કરશો ?
શેઠજીની વાત સાંભળીને તેઓએ જવાબ આપતા કહ્યું કે અમે પણ આ સંસારથી ઉદ્વિગ્ન થયા છીએ માટે તમારી સાથે દીક્ષા ગ્રહણ કરીશું.
ત્યારે રાજી થયેલા શેઠે કહ્યું કે જે આમ છે તે તમે ઘરે જાઓ અને પિત પિતાના પુત્રને ઘરબાર સોપીને બહુ જ આડબર સાથે મારે ત્યા આવે જેથી આપણે બધા ભેગા મળીને અરિહંત પાસે જઈ દીક્ષિત થઈએ વણિકો પોત પોતાને ઘરે જઈ, વ્યવહાર સંબંધીનું કાર્ય પતાવીને બહુ જ આડંબર સાથે તે બધા કાર્તિક શેઠ પાસે આવ્યા અને બધાએ મટી ઋદ્ધિ સમૃદ્ધિપૂર્વક જય જયકાર બોલાવતા મુનિસુવ્રતસ્વામી પાસે આવ્યા વન્દન નમન કરી આ પ્રમાણે કહ્યું કે હે પ્રભો ! “જન્મ–જરા અને મૃત્યુના ભયંકર રોગથી આખોએ સંસાર વ્યાપ્ત છે, ચારે તરફથી કામ–કોધ-માન-માયા અને લેભ જીવ માત્રને સતાવી રહ્યા છે, માટે અમે એકાતે દુઃખરૂપ સંસારને તિલાંજલી આપીને આપણું ચરણમાં દીક્ષિત થવા માગીએ છીએ.” ત્યારપછી ભગવંતે સૌને દીક્ષા આપી અને ધર્મોપદેશ આપતાં ભગવતે કહ્યું કે “હે દેવાનુપ્રિયે ! તમે આજથી સ યમધમી બન્યા છે. માટે સત્તર પ્રકારના સંયમને સુરક્ષિત રાખવા માટે-ઉપાગવંત રહેજો આજથી તમે મુનિ છે માટે મૌનધર્મને સંયમનું મૌલિક કારણ સમજી તેમાં મસ્ત રહેશે અને સંસારમાં રહેલા છકાય જાની રક્ષા એજ