________________
૪૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા.૩ એટલે કે એક હજાર આઠ વણિકના ઘણાં કાર્યોમાં, કારણમાં અને કુટુંબમાં તે કાર્તિક શેઠ હંમેશા સાવધાન થઈને તેમનું ભરણ-પોષણ કરતા હતા. તેઓ માનતા હતા કે, કેવળ ધર્મથી બીજાઓના સહાયક થવા કરતા પિતાની પાસે રહેલા ધનથી પિતાના અંગત સગા સંબંધીઓના કાર્યમાં તથા મુનીમેના તથા નોકર આદિના કાર્યોમા સૌનું ગાણું જીવન જે રીતે સુસંચાલિત, સુરક્ષિત રહે તે પ્રમાણે સૌને માટે સહાયક હતાં.
સૂત્રકાર સુધર્માસ્વામી પિતે રાયપણી સૂત્રમાં આવેલા ચિત્ર સારથી પ્રમાણે કાતિક શેઠનું જીવન જાણવા માટે ભલા મણ કરે છે તે આ પ્રમાણે રાજ્યના હિત માટેની ચિંતામા, પરસ્ત્રી જેવા જઘન્ય પાપને રોકવામાં, બાળહત્યા કે ગર્ભ હત્યા જેવા હલકા પ્રકારના પાપમાર્ગોને અટકાવવામાં તથા પોતાના સગા સંબંધીથી આચરેલા લોક વિરુદ્ધ ક્રિયાએના પ્રાયશ્ચિત વગેરેની શુદ્ધિમાં તે કાર્તિક શેઠ મેથી હત” મેઘીનો અર્થ આ પ્રમાણે છે; ધાન્યના ખલામા એક થાંભલે ખેડવામાં આવે છે, તેને મેથી કહે છે, પછી બળદોને તે થાભલે બાધવામાં આવે છે અને ચારે બાજુના અનાજને તેઓ મસળે છે, એટલે કે આ બધી ક્રિયાઓમાં મેઘી જેમ મુખ્ય હોય છે તેવી રીતે કાર્તિક શેઠ પણ સૌમાં સુખી હોવાથી સમાજ-દેશ-ધર્મ-કુટુંબ આદિના શુભાશુભ કાર્યોમા સુખી હતું. પ્રમાણભૂત હતું અને સૌના કાર્યો કરીને જ શેઠ જપતે હતું. આ પ્રમાણે જીવન જીવતે શેઠ સૌને માટે પ્રિય હતો, શ્રમણોને ઉપાસક હતું, યાવત્ જીવજીવાદિ તત્વોના સારે જાણકાર હતા અને તપઃ કર્મ વડે પોતાના આત્માને ભાવિત કરતે હતે.