________________
૪૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
સ વેગાદિ ધર્મોનું ફળ શું છે? . હે પ્રભે નિમ્નલિખિત સંવેગાદિ, ૨૮ પ્રકારના ધર્મોની આરાધના શુ સાર્થક ફળ દેવાવાળી બને છે ?
જવાબમાં ભગવંતે “હા” કહી છે. તેના અર્થો સંક્ષેપથી અહીં જાણીએ અને વિસ્તારથી ગુરુમુખે જાણવા કેમકે જાણયોગ્ય અને જીવનમાં ઉતારવાલાયક તો સૌથી પહેલા જાણવાથી જીવન ધન્ય અને આરાધક બનવા પામે છે. પાપના ભરેલા સંસારમાં આરાધ્ય અને ઉપાદેય તને સ્વીકાર કરવાથી જીવન યાત્રા સફળ બનશે અને ભવભવાંતરમાં પવિત્ર, સંસ્કારેને ઉદય થતા આપણે આત્મા હમેશાંને માટે અન ત દુઃખોના ભરેલા સંસારનો ત્યાગ કરી અનંત સુખને સ્વામી બનશે. - સંવેગાદિ ૨૮ પદો નીચે પ્રમાણે છે. ' ,
(૧) સંગ:-અવ્યાબાધ અને અનંત સુખના ધામ સ્વરૂપ મેક્ષ પ્રાપ્તિના અભિલાષને સ વેગ કહેવાય છે. ધ્યેય, લક્ષ્ય અને પ્રવૃત્તિ યદિ પરસ્પર એક બીજાને અનુકુળ હોય તે ગમે તે કાર્યસિદ્ધિ થવામાં બાધ આવતું નથી. તેવી રીતે સંસારમાં રહેવા છતાં પણ મેક્ષનું ધ્યેય હોય અને તે અનુસારે લક્ષ્ય અને પ્રવૃત્તિ પણ હોય તે ઈષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી.
(૨) નિર્વેદ-પૂર્વના પુણ્યોદયે મળેલા ભૌતિક સુખોના ભગવટામાં ઉદાસીનતા કેળવવી • (૩) ગુરુ સાધર્મિક સુશ્રષા :- એટલે કે દિક્ષાગુરુ, વિદ્યાગુરુ કે આચાર્ય આદિ ગુરુજનેની બહુમાનપૂર્વક સેવા અને વિનય ક.