________________
૩૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મનગમતે પુરુષ અને હૈયાના તથા શરીરના નપુંસકને સ્ત્રી તથા પુરુષ બંનેને ભોગવવાની ઈચ્છા થાય તેને જૈન શાસનમાં વેદ કહ્યો છે આ વેદ કર્મ જેમને ઉદયમાં વર્તતે હોય કે ઉદીર્ણ કરીને પણ ઉદયમાં લાવવાનું કે લાવ્યો હોય તેઓ પિતાના વેદકર્મને સર્વથા પરાધીન બનીને પિતાની ઇન્દ્રિયો તથા મનને ગમતા રૂપે, ગંધ, રસ, સ્પર્શી અને શબ્દોને મેળવવાને માટે આકાશપાતાળ એક કરતા હોય છે, છલ–પ્રપંચ તથા માયા જાળમાં રમતા હોય છે અથવા મેળવેલા કે મળેલા તે મનગમતા પદાર્થોને સ્પર્શવામાં, સ્વાદમાં, સુંઘવામાં, શ્રવણમાં કે દર્શનમાં મનની લાગણીઓને પ્રયત્નશીલ રાખીને બેઠા હોય છે અને તેમ કરતાં તે જીવ મન ગમી વસ્તુ પર રાગ અને બીજા પ્રત્યે નફરત–તિરસ્કાર દ્વારા ટ્રેષમાં તણાયા વિના રહેતો નથી.
જીવને વેદકર્મ કયાંથી આવ્યા?
તે માટે પાંચમે વિશેષણ “સમતું મૂકવામાં આવે છે. અન ત ભવની અનંત છે અને અજી સાથેની માયાના કારણે જીવમાત્રનો પ્રત્યેક પ્રદેશ મોહ કર્મથી ઘેરાયેલે છે, જેથી જે સમયે મેહકમને ઉદય આવશે તેવા પ્રકારે બીજા છે કે અજી સાથેની માયામાં છવ મસ્ત બનશે અને મેહના કારણે વેદ કર્મને ભેગવવાની ઉમ્ર આવતા કે તે પહેલા પણ અથવા વીતી ગયેલી જુવાનીમાં પણ મનગમતી સ્ત્રી, પરસ્ત્રી, વેશ્યા, કન્યા આદિના શબ્દો, રસ, ગંધ અને સ્પર્શેની સતામણી તે જીવને ચંચળ બનાવવા માટે અને સતાવવા માટે પ્રતિક્ષણે તૈયાર જ હોય છે, માટે કહેવાયું છે કે મેહકર્મી આત્મા સવેદ હોય છે.