________________
૩૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હતી, શ્રદ્ધાના વિષયભૂત બનાવી હતી અને બેયના પ્રકારે વડે મેં આજ રીતે જાણ્યું હતું. વસ્તુની સ્પષ્ટતા કરતાં ભગવંતે કહ્યું કે દેવત્વ પર્યાયને પામેલે જીવ રૂ૫ વાલા જ હોય છે, માટે સકર્મ સરાગ સવેદ-સમોહ, સલેશ્ય અને શરીર જીવ અરૂષી હોતો નથી, પણ રૂપવાન એટલે મૂર્ત જ હોય છે. જીવના આ બધા વિશેષણેમાં હેતુ, હેતુમભાવ નીચે પ્રમાણે જાણ.
દેવતત્વાદિ પર્યાયે પ્રાપ્ત કરતે જીવ રૂપી હોય છે ગૌતમ! તને કદાચ એમ થશે કે. સ્વભાવથી જ જે અરૂપી હોય તે રૂપી (રૂપવાન) શી રીતે બની શકતો હશે ? અને આવી રીતે પદાર્થો પોતાને સ્વભાવ છોડશે તે લક્ષ્ય, લક્ષણ, હેતુ, આદિની પરિભાષા બગડ્યા વિના રહેશે નહિ.
ગૌતમ! તે માટે જ “સ્યાદ્વાદ સિદ્ધાંત અજોડ છે. અપરભવનીય છે અને માનવ માત્રને સત્યજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં પૂર્ણ સમર્થ છે. કેમકે સંસાર સૌને પ્રત્યક્ષ છે માટે તેની વ્યવસ્થાનો
ખ્યાલ કરીને ભાષાવ્યવહાર સાપેક્ષ કરવામાં આવે તે સિદ્ધાંત અને સંસારને કોઈ જાતનો વાધો નથી આવતો, કેમકે સંસારના વ્યવહારને ઠોકર મારીને કેવળ સિદ્ધાંતથી કોઈ પણ સમસ્યાના નિર્ણય લેવાતું નથી. કદાચ લેવામાં આવશે તે સંસારના કલેશે વધારે ભડકશે અને શાન્તિ તથા સમાધિ જોખમાશે. તે માટે કેવળ તર્કબુદ્ધિથી સંસારને સમ્યફજ્ઞાન આપવા કરતા તે બંનેને સાપેક્ષ બુદ્ધિથી સમજવાની કેશીશ યદિ કરવામા આવશે તે માનવનું મન કદાગ્રહ વિનાનું થતા સામાજિક જીવનમાં પણ શાંતિ આવશે. -
સંસારને કઈ પણ પદાર્થ ઈત્થભૂત નથી માટે પ્રસંગ