________________
શતક ૧૭ મું ઉદ્દેશક-૨
૩૮૯ શરીરથી કરાયેલા કર્મોના ફળનો ભૂક્તા જીવાત્મા શરીરથી ભિન્ન છે. તર્ક આપતા તેઓ કહે છે કે દેહ પુદ્ગલ છે અને જીવાત્મા અપુદ્ગલ છે માટે પાણું અને અગ્નિમા જેમ પરસ્પરમાં ભેદ છે તે પ્રમાણે જીવ શબ્દથી વાચ્ચ દેહ જૂદો છે અને તેને અધિષ્ઠાતા તેનાથી જુદો છે.
પ્રાણાતિપાતાદિ ૧૮ પાપોમાં વ્યાપ્રિયમાણ શરીરને સૌ કેઈ જોઈ શકે છે તેથી કિયાઓને કરનાર શરીર અને તેના ફળોને ભગવનારો જીવાત્મા બંને એક શી રીતે હોઈ શકે ?
બીજા મતાવલંબીઓ એમ કહે છે કે નારક, દેવ અને મનુષ્ય વગેરે પર્યાયે જેને હોય તે જીવ છે, તથા બધાઓમાં અન્યવરૂપથી રહેનાર દ્રવ્ય તે જીવાત્મા છે ઘટ અને પટમા જેમ ભેદ જણાય છે, તેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ છે કેમકે દ્રવ્ય, અનુગત આકારવાળી બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને પર્યાય અનrગતાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે.
બીજાઓના મતનો અનુવાદ કરતા સૂત્રકારે કહ્યું કે પાપ સ્થાનકેના સેવનની ક્રિયામાં કર્તારૂપે દેખાતે જીવ શરીર છે અને ફળને ભેગવનારે જીવાત્મા છે, માટે બંને ભિન્ન છે અને તેમના ત્યાગમાં પણ જીવ અને જીવાત્મા ભિન્ન ભિન્ન છે.
આજ રીતે ઔત્પાતિકી ચારે બુદ્ધિમાં, ઈહા આદિ મતિજ્ઞાનમાં ઉત્થાનાદિ પરાકમમા આઠે કર્મમાં, લેક્શામાં જીવ અને જીવાત્મા જૂદા છે. ઉપર્યુક્ત વિષયમાં જૈન શાસનનું શું કહેવું છે?
ઉપરના વાતેના અનુસંધાનમાં ગૌતમસ્વામી ભગવંતને