________________
૩૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૩) પ્રત્યાખ્યાન પાપકર્મા –એટલે કે ભવિષ્યકાળમાં જીવનના છેલલા સમય સુધી ત્યજાયેલા કે ત્યાગની અણી પર લાવી મૂકેલા પાપકર્મોને નહીં કરવારૂપ પ્રત્યાખ્યાન કર્યું હોય, અથવા ભૂતકાળમાં સેવાઈ ગયેલા પાપકર્મોની નિંદા–ગહ અને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત કરીને ભાવિકાળમાં પુનઃ તે કર્મો ન સેવવા તે પ્રત્યાખ્યાન પાપકર્મા કહેવાય છે. ઉપર્યુક્ત ત્રણે વિશેષણેથી વિશેષિત જેને શ્રમણો જ સમ્યફચારિત્ર ધર્મમાં સ્થિત છે.
જે સંયત અને વિરતા નથી તે પ્રતિહત પાપકર્મા અને પ્રત્યાખ્યાન પાપકર્મ નથી, માટે હે ગૌતમ! સમ્મચારિત્ર વિનાના તે અધર્મમાં સ્થિત છે.
અને અમુક અંશેમાં વિરત અને અમુક અંશેમાં અવિરત દેશ વિરતિ ધર્મમા સ્થિત છે.
હે પ્રભો! ઉપર્યુક્ત ધર્મ–અધમ કે ધર્માધર્મમાં બેસવા માટે કે ચાલવા માટે કઈ પણ સમર્થ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે અર્થ બરાબર નથી. કેમકે મેં જે ધર્મ–અધર્મ કે ધમધર્મમાં સ્થિત રહે વાની વાત કરી છે. તેને અર્થ સૂવા-બેસવાનો નથી, પરંતુ જે સંયત-વિરત-પ્રતિહત–પ્રત્યાખ્યાન પાપકર્મો છે તેઓ ધર્મને આશ્રય કરે છે. અને તે આશ્રય કરવાનો અર્થ જ ધર્મમાં સ્થિત છે. આ પ્રમાણે અધર્મનો આશ્રય કરનારે અધમમાં અને સંચાયતમાં સ્થિત રહેનારે દેશવિરાતિમાં સ્થિત છે.
નારક યાવત ચાર ઈન્દ્રિય સુધીના જીવો અધર્મમાં સ્થિત છે કેમકે આ જીવોને સર્વવિરતિ કે દેશ વિરતિ ધર્મ હા નથી.
in