________________
૩૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પણ જીવને ઉપર પ્રમાણેની ક્રિયાઓ જાણવી. તે જ પ્રમાણે ઈન્દ્રિ અને યોગ નિર્માણમાં તથા ગ્રેવીસ દંડને પણ ઉપર પ્રમાણે જાણવું. - દારિક, વૈકિય, આહારક, તેજસ અને કાર્મણ શરીર પાંચ છે, ઈન્દ્રિય પાંચ અને એગ ત્રણ છે.
ભવ ભવાંતરના કરેલા પુણ્ય પાપોને ભેગવવાને માટે શરીર ગ્રહણ કરવું અત્યાવશ્યક છે, અને ઇન્દ્રિય તથા વેગ વિના પૂર્વભવના કરેલા કર્મો ભેગવવા અશક્ય છે. ચાલુ ભવમાં જે સમયે શરીર પર્યાપ્તિથી શરીરને ગ્રહણ કરે છે ત્યાર પછી ઠેઠ મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી પણ જીવાત્મા ઔદારિકાદિક શરીરની કાર્મણ વર્ગણુઓને ગ્રહણ કરતું રહે છે. તેવી રીતે ઈન્દ્રિયે તથા ગની વર્ગણ પણ ગ્રહણ કરે છે.
જીવ સ્વયં સ્વતંત્ર હોવાથી પ્રતિસમયે લેવાતી દારિક વર્ગણએમાં રાગ-દ્વેષપૂર્વકના નિયાણું જરૂર હોય છે, અને
જ્યા રાગ-દ્વેષ છે ત્યાં ક્રિયાઓ અને કર્મો પણ છે. હે પ્રભે! ભાવો કેટલા કહ્યાં છે ?
ભગવંતે છ પ્રકારના ભાવ કહ્યાં છે, ઔદાયિક, ઔપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પરિણામિક અને સાન્નિપાતિક ભાવ આ ભાવની વિશેષ ચર્ચા બીજા ભાગમાં કરાઈ ગઈ છે, તેમ છતાં પણ આવેલા આ વિષયને સૂત્રકાર સુધર્માસ્વામીજીએ પિતે જ અનુગ સૂત્ર દ્વારા વિસ્તારથી જાણ લેવાની ભલામણ કરી છે, તે અનુસારે “વિવાહ્ય રાધિ મુ.” આ ન્યાયે છીએ ભાવના ભેદાનભેદ જાણી લઈએ. . ' . .