________________
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૧
૩૮૧
પાપ મારા મન-વચન-કાયામાં કે સ્વપ્નમાં પણ ન આવે તેને માટે હું જાગૃત રહીશ અને વમાન કાળમાં બધાએ પાપાના દ્વાર માઁધ કરીને રહીશ, આટલુ' સ્વીકાર્યાં પછી તે મહાવ્રતાના સ્વીકાર કરે છે અને પેાતાની જાતને ભૂત-ભાવી અને વર્તમાનકાળના અનિષ્ટોમાંથી બચાવી શકે છે. આ કારણે જ જૈન મુનિના હાથ-પગ-જીભ-મસ્તિષ્ક-કમેન્દ્રિયા અને જ્ઞાનેન્દ્રિય સંયમિત હોય છે.
ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રાવકોને માટે પણ સૌથી પહેલા માર્ગાનુસારીતા, પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતા અને ત્યાર પછી જ શિક્ષાવ્રતાને ઉપદેશ કરાયા છે. માટે અહિતાના ખતાવેલા માર્ગે ચાલનારા સાધક સફળ મને છે.
સૂક્ષ્મમાં સૂક્ષ્મ પાપમાર્ગાના ત્યાગ કરનાર જૈન શ્રમણેાને, શ્રમણીઓને ગમે તેવા મરણાન્ત પ્રસગે પણ ઝાડ પર ચડવુ નથી, પત્ર પુષ્પ તેડવા નથી, સ્પવા નથી, નદી નાળા કે કાચા પાણીને ઉપયાગ કરવા નથી, પેાતાના હાથે રસાઇ પાણી કરવાની નથી, પેાતાના માટે ખનેલું ભાજન જૈન સાધુને કલ્પતુ નથી. અષ્ટ પ્રવચનમાતા અને નવ બ્રહ્મવાડમાં રમણ કરનાર જૈન સાધુએ હજારાવાર ભાવ વંદનને લાયક છે.
શીરાદિના કારણે કેટલી ક્રિયાએ હાય ?
ગૌતમસ્વામી પૂછે છે કે હે દેવાધિદેવ ! ઔદારિક શરીરનિર્માણ સમયમાં જીવને કેટલી ક્રિયાએ હેાય છે?
જવામમાં ભગવંતે કહ્યું કે, કદાચ ત્રણ, કદાચ ચાર અને કદાચ પાંચે ક્રિયાએ હેાય છે. બહુવચનથી વાત કરીએ તે