________________
૩૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નોંધ:-કઈ પણ સ્ત્રી કે પુરુષને પિતાની ઈચ્છા પ્રમાણે દેવની આરાધનના બળે કે રાત્રે ગમે તેટલી કલ્પનાઓ કરવા માત્રથી સ્વપ્નાઓ કઈને આવ્યા નથી, આવતા નથી કે આવશે, પણ નહી એ તે કેવળ તમારા ભાવી ભાવના સૂચક છે, માટે તમારી ભાગ્યની બેંકમાં પુણ્યકર્મો કે પાપકર્મોનો ખજાનો ભર્યો હશે, મૈત્રીભાવ કે શત્રુભાવ કેળવ્યા હશે, હિંસક કે અહિંસક વૃત્તિના તમે સ્વામી હશે, તે અનુસારે જ તમને સ્વપ્નાઓ આવશે. માટે હું પણ “ત્રિશલા રાણુની જેમ ૧૪ સ્વપ્નાઓ જોઉં” આવી ઠગારી કલ્પનાઓમાં રચ્યા પચ્યા રહેવા કરતાં હું પણ તે ત્રિશલા રાણુ જેવું શીયળવંતુ, સત્યવંતુ, અહિંસાવતુ અને દયા–દાનપૂર્ણ જીવન બનાવું, આ અત્યંત સરળ અને સ્વચ્છ માર્ગ છે.
અરિહંતના શાસન પ્રત્યે શ્રદ્ધા હોય તે આટલું તે આપણે જાણીએ છીએ કે તીર્થકર યાવત્ પુણ્યશાળી છે દુરાચારી, જૂઠા, કલેશ-કકાસ કરનારા કે પાપ ભાવનાવાળાએની ખાનદાનીમાં પ્રાયઃ કરી જન્મતા નથી, માટે સંસારમાં સુખી અને સમાધિપૂર્વક જીવન જીવવાને શ્રેષ્ઠ માર્ગ છે કે સ્વપ્નાઓના, તિષિઓના, મંત્રવાદીઓના, કે ત ત્રવાદીએના ભરોસે હનુમાન, વસ્તુપાલ, તેજપાલ, મહાવીરસ્વામી, ચંદનબાળા આદિ જેવા સતાન રત્નોની આશા રાખવી તેના કરતાં પોતાના ગૃહસ્થાશ્રમી જીવનમાં મર્યાદાપૂર્વકનું બ્રહાચર્યવ્રત, પરસ્ત્રીગમનને સર્વથા ત્યાગ, ખાનપાનની શુદ્ધિ, રહેણુંકરણની પવિત્રતા સાથે સત્યભાષણ અને સત્યવ્યવહાર રાખ, આનાથી અતિરિક્ત જૈન શાસનની આરાધના બીજી કઈ હેઈ શકે?