________________
શતક ૧૬ મું : ઉદ્દેશક–૫ આજે ઈદ્રમહારાજ ઉતાવળથી કેમ ગયા?
તે કાળે અને તે સમયે “ઉત્સુક તીર” નામના નગરમાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા, તે સમયે વાપણું શક્રેન્દ્ર પણ આવ્યું અને ભગવાનને વન્દન નમન કરીને ખૂબ નમ્રતાથી પૂછયું કે હે પ્રભે! મહદ્ધિક અને મહાસૌખ્યદેવ બહારના પુદ્ગલેને સ્વીકાર્યા વિના ક્યાય પણ જવા આવવામાં સમર્થ બની શકે છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે શક્રેન્દ્ર! જવા આવવામાં, બલવામાં, આંખ ઉઘાડવી, સ કેચ-વિસ્તાર પામવા આદિ ક્રિયાઓમાં બહારના પુદ્ગલેને સ્વીકારીને જ તેઓ કાંઈ પણ
(આદિમાં સ્થાનાંતર, વિક્ર્વણા કે વિષયભેગ પણ સમજવું.)
ભગવ તની વાણી સાંભળીને ઈન્દ્ર મહારાજ બહુ જ ઉતાવળથી વન્દન નમન કરી પોતાના વિમાનમાં બેસી દેવલેકે ગયા.
ત્યારપછી આશ્ચર્યાન્વિત થયેલા ગૌતમસ્વામી ભગવાન પાસે આવી વન્દન નમન કરીને કહ્યું કે હે પ્રભો ! જ્યારે જ્યારે ઈન્દ્ર આપશ્રીની પાસે આવે છે ત્યારે આપશ્રીને સ્વસ્થતાપૂર્વક સાંભળે છે, પરંતુ આજે ઉતાવળથી આવ્યા અને ઉતાવળથી જવામાં શું કારણ છે ?
જવાબમાં ભગવતે કહ્યું કે તે કાળે તે સમયે મહાશુક