________________
શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૪
૩૪૯ પૂર્વક ત્યાગ કર, દીક્ષા સમયે પોતાની ભોગવેલી ગૃહસ્થાશમીને સર્વથા ભૂલી જઈ ૫ચ મહાવ્રતધારી ગુરુઓના સેવક બનવું, ગુરુની આજ્ઞાને જ પરમાત્માની આજ્ઞા સમજીને કઈ પણ જાતના વિકલ્પો કર્યા વિના તપ-જપ–ધ્યાન અને સમ્યગજ્ઞાન તરફ આગળને આગળ વધવું, તેમ જ “જૈનત્વની આરાધનામાં ક્યાય પણ ખલિત ન થવું ઈત્યાદિ સત્કર્મોને, સદનકાનોને જૈન મુનિઓ આજે પણ અનુસરી રહ્યા છે અને તેમ કરીને પોતાની જાતને શુદ્ધતમ બનાવે છે, માટે કર્મોની નિર્જરા વધારેમાં વધારે નિગ્રંથ શ્રમણ સિવાય બીજો કઈ પણ કરી શકતું નથી.
ગૃહસ્થાશ્રમના વેષમા કેવળજ્ઞાન મેળવવાવાળા ભાગ્યશાળીઓને પણ ભાવસ યમની પ્રાપ્તિ થયા પછી જ કેવળજ્ઞાન થાય છે.
- શતક ૧૬ નો ઉદેશે ચોથે પ્રણ.