________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૩
૩૪૫ ગાયમ સંશય ટાલિયે રે મિતા ભગવઈમાં શુભ વીર રે.
૨ગીલા મિતા
મુનિનું ઓપરેશન કરતા વૈદ્ય ક્રિયાઓ લાગે?
શ્રમણ ભગવાન મહાવીરસ્વામી કેઈક સમયે રાજગૃહી નગરીના ગુણશિલ સૈદ્યાનથી વિહાર કરી બહારના જનપદોમા વિહરી રહ્યા હતાં તે જ કાળ અને તે જ સમયમાં “ઉત્સુકતીરે નગરની બહાર ભાગમાં ઉત્તર અને પૂર્વ દિશાના ખૂણામાં એક જણૂક નામનું ચૈત્ય હતું. ત્યાં એક દિવસે રામાનુગ્રામ વિહાર કરતાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, સમવસરણની રચના થઈ, જનતા આવી અને ભગવાને હિંસા અને અહિંસા શું છે? તેને ઉપદેશ કર્યો અને પ્રસન્નચિત્તે સૌ સ્વસ્થાને ગયા.
ત્યાર પછી ગૌતમસ્વામીએ ભગવાનને વંદન-નમન કરીને આ પ્રમાણે પૂછયું કે, હે પ્રભે! કઈક ભાવિતાત્મા અણગાર સમાધિપૂર્વક છઠ્ઠને પારણે છઠ્ઠ કરે છે, યાવત્ આતાપના લેતા તેમને દિવસના પહેલા ભાગમાં કાર્યોત્સર્ગમાં હોવાના કારણે હાથ-પગ-સાથળ વગેરે અને અને ઉપગેને સમેટવા અને પ્રસારવા આદિ કલ્પતા નથી, પરંતુ દિવસ પતી ગયા પછી એટલે “અરડૂઢ થયા પછી તે મુનિ પોતાના હાથ–પગ આદિ ચલાવે છે, તે સમયે કઈ વેદ્યરાજ તેમને જૂએ કે આ મુનિના નાકમાંથી “મા” બહાર નીકળે છે. ત્યારપછી તે વૈદ્ય મુનિરાજને સુવડાવીને મસા કાપી લે છે અર્થાત ઓપરેશન કરે છે, તે હે પ્રભે 1 છેદ કિયા કરતા તે વૈદ્યને શું ક્રિયા લાગે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે કેઈપણ ક્રિયા ધર્મબુદ્ધિથી