________________
૩૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેમકે મેહના ઉપશમમાં મેહને ઉદય હેતું નથી, તેમ ક્ષયના સમયમાં ત્રણ ઘાતિકર્મો છે માટે સાત પ્રકૃતિઓ ઉપર પ્રમાણે જાણવી જ્યારે ઘાતિકર્મો નાશ પામે ત્યારે ચાર પ્રકૃતિ જ ઉદયમાં રહે છે. આ કારણે કહેવાયું છે કે જે જીવ જ્ઞાનાવરણીનું વેદન કરે છે ત્યારે સાત, આઠ, છ કે એક કર્મપ્રકૃતિનું બંધન કરે છે. જેમકે–જ્યારે જ્ઞાનાવરણીને ઉદય હાય છે ત્યારે આઠે કર્મો બંધાય છે અને આયુષ્ય બંધ તે જીવનમાં એક જ વાર થતે હેવાથી તે બંધના બીજા સમયે સાત કર્મોનું બંધન કહ્યું છે.
સૂક્ષ્મ સંપરામ નામક ગુણસ્થાનકમાં આયુષ્ય અને મેહ સિવાય છ કર્મોનુ બંધન હોય છે.
અને ૧૧-૧૨-૧૩મે ગુણસ્થાનકે કેવળ શાતા વેદનીય જ બધાય છે. માટે જ્ઞાન અને ભક્તિરસમાં મસ્ત બનેલા વીરવિજયજી મહારાજે ગાયું છે કે– શાતા બાંધે કેવળી રે, મિતા તેરમે પણ ગુણઠ્ઠાણે રે;
રંગીલા મિતા એ પ્રભુ સેવને શાનમાં. પછી સંસારના જીવ માત્રને પિતાના મિત્રતુલ્ય ગણતાં લલકાર્યું છે કે – દિનીવશ તમે કાં પડે રે -મિતા, જેહને પ્રભુ શું વેર સાહિબ વેરી'ન વિસરે રે મિતા, તે હેય સાહિબ મહેર રે.
- રંગીલા મિતા , ઉપર પ્રમાણે કર્મ પ્રકૃતિના બંધ આદિમાં સંશયશીલ બનેલા ગૌતમસ્વામી સમજ્યા અને કવિવરે ગાયું કે ,