________________
૩૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નિસ્વાર્થભાવે કરવામાં આવે તે વૈદ્યને એકેય કિયા લાગતી નથી. કેવળ જેના મસા કપાઈ રહ્યાં છે તે મુનિને “ધર્માન્તરાય” કિયા લાગે છે.
નેંધ :-હિંસા અને અહિંસાના વિચારમાં એટલું સમજવાનું કે કઈ પણ ક્રિયામાં પ્રમાદ, મેહ, સ્વાર્થ કે બીજા જીવને કંઈપણ તકલીફ દેવાની વૃત્તિ હોય તે તે હિંસા છે. તેનાથી વિપરીત હિંસા જેવી દેખાતી ક્રિયા પણ અહિંસા છે. મુનિ રોગગ્રસ્ત છે, વૈદ્ય રેગના જાણકાર છે, પવિત્ર અને સેવાભાવવાળા હોય છે, ઉપરાંત સ્વાર્થ વિનાના હોય છે. માટે વૈદ્યક ક્રિયા કરતાં પણ તેમને હિંસા લાગતી નથી, તેમ રોગીને પણ ધર્માન્તરાય સિવાય બીજી એકેય ક્રિયા લાગતી નથી. લેચ જેવી કઠણમાં કઠણ કિયા હોવા છતાં બંને મહાનુભાવે અર્થાત્ લેચ કરનાર અને કરાવનાર અહિંસક છે
હા શતક ૧૬ને ઉદ્દેશ ત્રીજે પૂર્ણ. મા
(Yel
=