________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૨
૩૩૯ ને બંને હોય છે. કેવળ વહાનિરૂપ જરા દેવોને નથી, પરંતુ શરીર સંબંધી બીજા દુખો હોવાથી તેમને જરા પણ છે.
નંધ:-જ્યાં સુધી જીવ સંસારી છે, ત્યાં સુધી દુઃખેની પરંપરાથી બચી શકવાને નથી. તેમાં પણ જન્મ મરણના દુ ખોની જેમ જરા અને શકના દુઃખે પણ અસા થતા હોય છે. “જ્ઞાનરામરાસળવળાસરત, તો ઘર બારमुवलभ करे पमाय."
અર્થાત્, જન્મ–જરા–મરણ–શક સંતાપ આદિ દુઃખને નાશ કરવામાં પૂર્ણ સમર્થ જૈન ધર્મને પામીને કેણ પ્રમાદ કરશે ? સારાંશ કે જૈન ધર્મની આરાધના કરનારના દુ છે નાશ પામે છે. ઇન્દ્ર સંબંધી વિશેષ વક્તવ્યતા
તે કાળે તે સમયે, હાથમાં વજી ધારણ કરનારા, દેવરાજ શક્રેન્દ્ર પોતાના દેવલેકમાં સંપૂર્ણ કાદ્ધિ-સમૃદ્ધિ સહિત વિચરતા હતાં. એક દિવસ વિપુલ અવધિજ્ઞાન વડે જમ્બુદ્વીપને અવકતા, દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને વિહરતા જોઈને ખુશ થયા છતાં હરિણગમપી દેવને બેલાવી તેની પાસે સુષા નામે ઘંટા વગડાવે છે તથા પાલક નામના વિમાનમાં બેસીને ભગવંતને વંદન કરવા આવ્યા. ધર્મોપદેશ થયો, ત્યાર પછી ઈને ભગવંતને પૂછ્યું કે હે પ્રભો ! અવગ્રહો કેટલા પ્રકારે છે?
અવગ્રહોની વતવ્યતા :
જવાબમાં ભગવતે કહ્યું કે હે શક્રેન્દ્ર! મારા શાસનમાં અવગ્રહ પાંચ પ્રકારે કહેવાયા છે. તે આ પ્રમાણે –