________________
શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૧
૩૩૩ ઈન્દ્રિયે જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ અધિકરણ સ્વરૂપ જ છે. યદ્યપિ શસ્ત્રાદિ તેમજ ધન-પુત્ર-પુત્રીરૂપ અધિકરણનું સાહચર્ય નિયત નથી તે પણ તેના પ્રત્યેની માયા હોવાથી અવિરતિના કારણે સ્વસ્વામી સંબંધ તે અવશ્ય છે જ. આજે સ્ત્રી–પુત્ર કે પરિવારાદિ નથી તે પણ તે પદાર્થોને મેળવવા માટે ભાવ નકારી શકાતું નથી. ત્યારે જ તે આજે મોટર નથી પણ મેળવવાની ભાવના છે, શેઠ બન્યું નથી પણ બનવા માટે રાત-દિવસ એક કરી રહ્યો છે, દરિયાપારના દેશના દૂધદહિ-વસ્ત્રો આદિ મેળવી શકાતા નથી પણ મેળવવા માટે પ્રયત્ન જરૂર છે. અત્યારે ગાડી, વાડી અને લાડી નથી તે પણ લાડી(ઘરવાળી)ને ગાડી ઉપર બેસાડીને વાડી એટલે દર દૂરના બગીચાઓમા લઈ જઈ ફરવાની માયા જરૂર છે. મરીનડ્રાઈવ ઉપર બગલે નથી પરંતુ ગમે તેવા કાળાબજાર કરીને પણ મરીનડ્રાઈવમાં રહેવા માટે તનતોડ પરિશ્રમ જરૂર થઈ રહ્યો છે છેવટે જ્યોતિષી ન મળે તે મહુડી, નાકેડા કે નરોડા જઈને પણ પૈસાવાળા, પુત્રવાળા કે બંગલાવાળા થવાના ભાવ મેમ છે, ઈત્યાદિ પ્રસંગમાં અવિરતિના પરિણામે હોવાથી જીવાત્મા સાધિકરણ જ છે, પણ અધિકરણ વિનાનો નથી. જીવ શું આભાધિકરણાદિ છે?
ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે! આ જીવ શું આત્માધિકરણું છે? પરાધિકરણી છે? કે તદુભયાધિકરણી છે? • જીવાત્મા પિતે મન-વચન કાયાથી પાપકર્મો કરે તો આત્માધિકરણું કહેવાય છે. બીજાને પ્રેરણા કરીને તેની પાસે કર્મો કરાવે તે પુરાધિકરણ છે, અને બને મળીને પાપ કરે છે તે તદુભયાધિકરણ છે.