________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૧
૩૩૧ ભાઈએ આમ કર્યું તે સારું થયું, સોના-ચાંદીના ભાવે શેડા મંદા પડે તે હું પણ મંદીને દાવ રમત જાઉ. બેશક ! દેશવિરતિધરને f= = ર”િની મર્યાદા હેવાથી પોતાના અનિવાર્ય કાર્યોની કે કારણોની અનુમોદના તે છેડી શક્ત નથી, તે પણ સર્વથા નિરર્થક, હિંસક, આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને વધારનારા કાર્યોની અનુમોદના શા માટે?
આ કારણે જ કહેવાયું છે કે ભાવ વિરતિના અભાવમાં પાપના દ્વાર ઉઘાડા જ રહેવા પામશે, તે માટે ભાગ્યશાળી સાધકે ગુરુકુળવાસ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, જાપ આદિ સદનુષ્ઠાનેથી ભાવેન્દ્રિયને તથા ભાવ મનને–સંયમિત કરવા માટે જ ભગીરથ પુરુષાર્થ કરવો હિતાવહ છે.
છવ અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે ?
પાંચ ક્રિયાની જે પ્રરૂપણ કરી છે તેમાંથી બીજી અધિકરણી કિયા ત્યારે જ બની શકશે કે જ્યારે અધિકરણી અને અધિકરણ વિદ્યમાન હેય; માટે ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો! જીવ શું અધિકરણ છે? અધિકરણ સ્વરૂપ છે? જવાબમા ભગવંતે “હા” કહી અને કારણ આપતા કહ્યું કે અવિરતિના કારણે જીવ અધિકરણ અને અધિકરણ સ્વરૂપ એટલે સ્વયં અધિકરણ રૂપ છે. “ઘયિતેત-ઉઘરા’ જેનાથી આત્મા દુર્ગતિ તરફ જવાવાળે થાય તે અધિકરણ બે પ્રકારે છે.
(૧) શરીર અને ઈન્દ્રિયોને આતર અધિકરણ કહેવાય છે. (૨) શસ્ત્રાદિ બાહ્ય અધિકરણ છે.. . . . .