________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અગ્નિકાય માટેની વકતવ્યતા :
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અંગારીકા એટલે સગડી આદિમા જે અગ્નિ હોય છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર સુધી રહે છે. ત્યાર પછી તે અચેતન થાય છે. એટલું વધારે જાણવું કે કેઈ પણ સ્થળે વાયુકાય વિના અગ્નિકાય એકાકી રહી શકતો નથી, કેમકે વાયુકાય ભક્ષ્ય છે અને અગ્નિ ભક્ષક છે. આ સૂત્રથી સિદ્ધ થાય છે કે ગમે તે વાયુ કે અગ્નિ હોય તે સચિત ( સચેતન) હોય છે. માટે જ કહેવાયું છે કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત રહેતું નથી.
ભઠ્ઠીમાં તપ્તલેહને ફેરવનારને શું કિયાઓ લાગે છે? હે પ્રભે! અંગારાથી ભરેલી ભઠ્ઠીમાં ઘાટ ઘડવા માટે નાખેલ લોખંડ જે તપીને લાલ સુરખ થઈ ગયેલ છે એટલે કે લખંડમાં આકાશાસ્તિકાયના પ્રદેશ હેવાથી અને આકાશ સૌને અવગાહના (અવકાશ) દેવાવાળે હોવાથી અગ્નિ જ્યારે લખંડના અણુઅણુમાં પ્રવેશ કરે છે, ત્યાર પછી કેઈ પુરુષ ચીમટાથી–સાણસાથી તે લોખંડને ભઠ્ઠીમાં ઊંચે નીચે ફેરવે છે. તે સમયે ફેરવનારને કાયિકી–અધિકરણીકી–પ્રાષિકી–પારિતાપતિજી અને પ્રાણાતિપાતિકી પાંચે કિયાએ લાગુ પડે છે?
સમવસરણુમાં બેઠેલાઓને તથા આગમશાસ્ત્ર વડે જીવમાત્રને હિંસાદિ પાપને સૂક્ષ્મતાથી સમજાવતા ભગવતે કહ્યું કે હે ગૌતમ! તે સમયે લુહાર પાસે નીચે લખેલા ઉપકરણ હોય છેઅગ્નિની ભઠ્ઠી, સાણસે, આગલે ભાગ વળેલ હોય તે સળી, ધમણ, પાણીની કુંડી અને લેહશાળા (મકાન)