________________
શતક ૧૫ મું ઉદ્દેશક-૧
૩૨૩ પણ મુનિની મશ્કરી–અવહેલના–તિરસ્કાર પણ કરશે નહિ, અને દઢપ્રતિજ્ઞ નામના કેવળી (ગોશાળાને ભવ) કર્મોને શ્રય કરીને નિર્વાણ પામ્યા.
નોંધ –અરિહંત-સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય-પંન્યાસ-મુનિ– સાધ્વી, જૈન પ્રવચન અને સંઘ આદિ જગમ તીર્થ છે, જ્યારે શંત્રુજય–સમેતશિખર આદિ સ્થાવર તીર્થો છે. કેઈક સમયે મુખ્યરૂપે અને બીજા સમયે ગૌણરૂપે અથવા અમુક જીવને મુખ્યરૂપે અને અમુક જીવને ગૌણરૂપે આ બંને તીર્થો આત્મકલ્યાણ કરાવનારા, આશ્રવમાગને ત્યાગ કરાવીને સંવરધર્મને મેળવનારા ચાવત્ સર્વે કર્મોને સમૂળ ક્ષય કરાવીને મેક્ષની પ્રાપ્તિમાં પણ જૈન તીર્થ સિવાય બીજું એકેય સાધન નથી.
શુદ્ધ અને સભ્યત્વથી વાસિત :
મન-વચન અને કાયા જેમ આરાધના માટે સાધન છે, તેમ મિથ્યાત્વ મેહ-કષાય અને પુરુષ વેદાદિ કારણેથી બગાડી દીધેલા મન વચનાદિ વિરાધનાના જ કારણ બને છે.
ગશાળા વિદ્વાન હતા, તીર્થંકર પરમાત્માને શિષ્ય અને કેટલાય વર્ષો સુધી અરિહ તદેવની સાથે જ રહ્યો હતો, પણ લાયકાત કેળવ્યા વિનાને મુનિ અરિહંતના મહાવ્રતોને આત્મસાત્ કરી શક્યો નથી, માટે મહાવીર સ્વામી પ્રત્યે બાહ્ય અને આંતર રાગ વિનાનો ગોશાળ હૈયાને કઠોર, ક્રૂર અને કેરાધાર જે જ રહેવા પામ્યું અને જેમ જેમ દિવસે વધતા ગયા તેમ તેમ તેનાં જીવનમાં કૃષ્ણલેશ્યા પણ મર્યાદાતીત થઈ. પરિણામે–