________________
૩૧૮
શ્રી ભગવતી સૂત્ર સારસ ગ્રહ ભા. ૩
સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિઓની ગતિવક્તવ્યતા ?
ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવંતે કહ્યું કે, ગોશાળાની તેજલેશ્યાથી ભસ્મીભૂત થયેલા સર્વાનુભૂતિ મુનિરાજ કાળધર્મ પામીને સૂર્ય તથા ચંદ્રના દેવવિમાનનું ઉલ્લંઘન કરીને આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયા છે. જ્યા અઢાર સાગરેપમની સ્થિતિ છે. ત્યાથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને દીક્ષા લેશે અને સિદ્ધ બુદ્ધ યાવતું મેક્ષમાં જશે.
સુનક્ષત્ર મુનિરાજ તેલેશ્યાથી દગ્ધ થઈ મારી પાસે આવ્યા અને મહાવ્રતનું પુનરૂચ્ચારણ કર્યું, તથા સૌની સાથે ક્ષમાયાચના કરીને બારમા અશ્રુત દેવલોકમાં બાવીસ સાગરેપમની સ્થિતિવાળા દેવ થયા છે. ત્યાંથી મહાવિદેહમાં જઈ દીક્ષિત અને શીક્ષિત થઈ કર્મોનો ક્ષય કરીને મોક્ષ મેળવશે.
ગોશાળાની ગતિની વક્તવ્યતા :
હે પ્રભે! આપ શ્રીમાનને અંતેવાસી કુશિષ્ય ગશાળે મરીને ક્યાં ગયે હશે? હે ગૌતમ ! શ્રમણઘાતક, શ્રમણ સ સ્થાને પ્રત્યેનીક મારે કુશિષ્ય શાળે બાવીસ સાગરોપમની સ્થિતિવાળે અશ્રુતદેવ થયે છે. ત્યાથી ચ્યવને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિધ્યાચલની આસપાસ તળેટીમાં પંડ્રક દેશને શતદ્વાર નગરમાં સંમૂર્તિ રાજાની ભદ્રા રાણીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે, નવ મહિના સાડાસાત દિવસ પૂરા થયે તેને જન્મ થશે અને પા તથા રત્નોની વૃષ્ટિ થશે. તે અનુસાર તે કુમાર(ગત ભવને ગે શાળ)નું નામ “મહાપ”