________________
શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧
૩૧૩
હતું, તેની આસપાસમાં “માલુકાકચ્છ” નામના વૃક્ષ વિશેષનું વન હતુ. વૃક્ષોની વિપુલતા હેવાથી તે વન સઘન અને કાળ દેખાતું હતું. પત્ર-પુષ્પ આદિથી તે વૃક્ષે લીલા વર્ણના હતા. ત્યાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી. જે ધનવતી અને પ્રતિષ્ઠિત હતી. યાવત્ અરિહંતના ધર્મની પૂર્ણાગિણી હતી.
તે લેહ્યાના કારણે ભગવાનના શરીરે પીડાકારક, દાહકારક, સર્વાગ વ્યાપક, કહેર, કટુક અસહ્ય રોગ ઉત્પન્ન થયે, જેનાથી ભગવાનને ઝાડામાં લેહી પડવા લાગ્યું અને દિવસે દિવસે શરીર શિથિલ થતું ગયું. તે જોઈને લેકે આ પ્રમાણે કહેતા થયા કે “મંખલીપુત્ર ગોશાળાએ મૂકેલી તેજલેશ્યાના કારણે ભગવંતના શરીર ઉપર માઠી અસર થઈ છે. વૃદ્ધિ પામેલા પિતવરના કારણે છદ્મસ્થાવસ્થામાં જ પરમાત્મા મૃત્યુ પામશે, કારણ કે તે જેલેક્ષ્યાથી ઉત્પન્ન થયેલ દાહ તેમનાં શરીરને બાળી રહ્યું છે.”
તે સમયે ભગવાનને અંતેવાસી “સિંહ” નામને અણગાર જે પ્રકૃતિથી ભદ્રિક યાવત્ છઠ્ઠુંને પારણે છઠ્ઠની તપસ્યા કરતે અને હાથ ઉંચે રાખીને આતાપના લેતે વિહરતે હતે. એક દિવસે ધ્યાનાવસ્થામાં તેને આ વિચાર આવ્યો કે, “મારા ધર્માચાર્ય શ્રી મહાવીરસ્વામીનું શરીર ભયંકર રોગને લઈ આકાન્ત છે જે બહુ જ ખતરનાક છે. તેથી અન્ય તીથિકે એમ કહેશે કે મહાવીર છદ્મસ્થાવસ્થામાં જ કાળ કરી ગયા છે? આ પ્રમાણે વિચારતો તે સિંહ અણગાર પિતાની આતાપના ભૂમિથી નીચે ઉતર્યો અને માલુકા વૃક્ષ વનમાં જઈ ધ્રુસેકેન ધ્રુસકે રડવા લાગ્યા. તે સમયે જ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે હે નિર્ગ! શ્રમણે! અત્યારે મારા ગાકાન્ત