________________
૩૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગશાળાએ પિતાના સ્થવિરેને બોલાવ્યા અને આત્મવિશ્વાસ સાથે શપથપૂર્વક કહ્યું કે “હે મારા મતાનુયાયીઓ આજે તમે મારા છેલ્લા શબ્દો સાંભળી લે કે હું જિન નથી પણ મંખલીપુત્ર ગશાળ નામને મહાવીર સ્વામીને શિષ્ય હતે. અત્યાર સુધી દંભી, માયા મૃષાવાદી બનીને મેં મારી જાતને તેમજ તમને સૌને ઠગ્યા છે, છેતર્યા છે, અને તેમ કરીને શ્રમણોને ઘાતક હું બનવા પામ્યો છું, માટે મારા મરણ પછી મારા ડાબા પગે દોરડું બાંધજો, ત્રણ વાર મારા મુખ ઉપર ઘૂંક અને મારા મૃત શરીરને શ્રાવતી નગરીમાં ઘસડતાં ઘસડતાં લઈ જજે અને જોરજોરથી ઘેષણ કરજે કે ગોશાળે જિન નથી, યાવત શ્રમણોને નિંદક, ઘાતક અને અપજશ કરનાર છે. આ અવસર્પિણીના વીસમા તીર્થંકર મહાવીરસ્વામી છે, જે સર્વજ્ઞ, અહંત છે, યાવત્ સિદ્ધ બુદ્ધ થઈને નિર્વાણપદને પામશે અને ગશાળે મરણ પામે.
આપણે બધા જાણીએ છીએ કે મતસ્થાપક જેટલે ચૂસ્ત અને હઠાગ્રહી હોય છે તેના કરતાં પણ તેમના અનુયાવીઓ વધારે ચૂસ્ત અને હઠાગ્રહના પૂતળા હોય છે. માટે કુંભારણના મકાનના દ્વાર બંધ કરી વચ્ચે શ્રાવસ્તી નગરીનું ચિત્ર બનાવ્યું અને ગોશાળાની આજ્ઞા પ્રમાણે પગે દેરડું બાંધીને ત્યાંને ત્યાં જ ફેરવ્યું, ત્યાર પછી અગ્નિસ સ્કાર કર્યો. રેવતી શ્રાવિકાની વક્તવ્યતા :
- તેજલેશ્યાથી ઉપદ્રાવિત ભગવાન મહાવીરસ્વામી કોઈક સમયે શ્રાવસ્તી નગરીના કેષ્ટિક ચેત્યોદ્યાનથી બહારના જનપદમા વિહરતાં હતાં તે કાળે અને તે સમયે મેંદિક નામનું નગર હતું. તેના ઈશાનકેણમાં શાળકણક નામે સૈદ્યાન