________________
શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧
૩૦૯૬ પૂજનીય અને માનનીય બને છે, યાવત કલ્યાણુ, મંગળ અને દેવતુલ્ય બને છે. તે હે ગોશાળ ! તમે તે મહાવીર પ્રભુ પાસે મુંડાયા છે, સાથે રહ્યાં છે, માટે તેમની વિરૂદ્ધમાં તમારે કાંઈ પણ બેલિવું ન જોઈએ. આવી રીતના હિતકારી વચને સાંભળીને પણ અતિ રુ થયેલા ગોશાળે તેલેસ્થા દ્વારા તે મુનિને બાળી રાખને ઢગલો કરી નાખ્યો અને મહાવીર પ્રભુને જુદા જુદા પ્રકારે ગાળો દીધી. તે સમયે સુનક્ષત્ર મુનિ ગોશાળાનો પ્રતિકાર કરે તે પહેલા શાળાની તેજલેશ્યાના શિકાર બન્યા. અત્યંત દગ્ધ થયેલા તે મુનિ દેવાધિદેવ મહાવીરસ્વામીના સમીપે આવ્યા, વંદન-નમન કરી ત્રણ પ્રદક્ષિણ દઈને, પાંચ મહાવ્રતનું પુનરુચ્ચારણ કરી બધાએ શ્રમણોને તથા શ્રમણીઓને ખમાવે છે, શરીરની ભયંકર પીડા હોવા છતાં પિતાના આત્મામાં સમાધિસ્થ બની અરિહ તેનું શરણ, સિદ્ધોનું શરણ, કેવળી પ્રજ્ઞપ્ત ધર્મનું શરણ સ્વીકારતે તે મુનિ દેવકનો માલિક બને છે.
કઠોર-નિંદક-હિંસક આદિ શબ્દોથી મહાવીરસ્વામીને ગશાળે કહ્યું કે, હે કાશ્યપ ! તું સમજી લેજે હું તારે મ ખલીપુત્ર શાળ શિષ્ય નથી. જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગોશાળ! તારે આ અનુચિત વ્યવહાર મારી સાથે કરે ન જોઈએ, કેમકે મેં તને દીક્ષા આપી છે, શિક્ષા આપી છે, જ્ઞાન વિજ્ઞાન આપ્યા છે અને મારા લીધે તારી ખ્યાતિ પણ થઈ છે. શાળ! તારા આત્માને ખ્યાલ કર.
| મિથ્યાત્વમેહનીય કર્મથી પૂર્ણરૂપે વ્યાપ્ત થયેલ આ બધી હિતકારી વાત સાંભળવા માટે તૈયાર ન હતે, માટે કોધથી ધમધમતા તે ગોશાળે સૌ જીને અભયદાન દેનાર,