________________
૨૮૪
સિવાનું શ સાવ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શાલવૃક્ષ વિશેષની વક્તવ્યતા:
ગૌતમસ્વામીએ લક્ષ્ય કરેલા અમુક જ શાલવૃક્ષ માટે આ પ્રશ્ન હશે એમ અનુમનાય છે. હે પ્રભો! સૂર્યના ધોધમાર તડકાને, ઠંડીને, ગરમીને, વર્ષાને, ભૂખ-પ્યાસને સહન કરતે તથા વનવગડાની અગ્નિ વડે વારંવાર બળાતે રહેતો આ શાલવૃક્ષને જીવ મરીને ક્યાં જશે?
ભગવતે કહ્યું કે “અહીંથી મૃત્યુ પામીને આ વૃક્ષને જીવ પુન: રાજગૃહી નગરીમાં જ શાલવૃક્ષરૂપે જન્મ ધારણ કરશે અને લેકે દ્વારા તે પૂજાશે, બહુમાનિત થશે, વંદન નમન કરાશે, રાજગૃહીની જનતા તે વૃક્ષને સત્કાર કરશે અને તે ઝાડ પણ સૌને ઉચિત ફળદાયી બનશે, દેવેનું સાનિધ્ય મળશે તેમજ તેની આસપાસ લોકો છાણથી જમીન લીંપશે, સજાવટ કરશે, ત્યાર પછી તે વૃક્ષને જીવ મરીને સીધે સીધે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યરૂપે જન્મીને યાવત સિદ્ધ–બુદ્ધ અને મુક્ત થશે. આ પ્રમાણે આ શાલયણિકા માટે પણ જાણવું.
આ ઉદુમ્બર યષ્ટિકા મરીને જમ્બુદ્વીપના ભારતવર્ષમાં પાટલવૃક્ષ રૂપે થશે, યાવત્ મનુષ્યાવતારે જન્મીને મોક્ષમાં જશે.
નોંધ –ભવભવાંતરમાં આત્મપ્રદેશે સાથે બંધાઈ ગયેલા કર્મોની નિર્જરા થવા માટે જૈન શાસનમાં બે કાયદા છે. અકામ અને સકામ નિજ રા. સકામ નિર્જરા એટલે જાણીબુઝીને સમજદારી પૂર્વક અને માનસિક શક્તિને મજબૂત કરીને, ગુરુકુલવાસમાં રહી સ્વાધ્યાયમાં આત્માને લગાડી તપ તથા ત્યાગમાં આત્માને મસ્ત બનાવીને જે કર્મોની નિર્જરા થાય છે તે સકામ નિર્જર કહેવાય છે. આ નિર્જરા એટલી જોરદાર હોય છે કે સેંકડે, હજારે
ti
f