________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૭ મહાવીરસ્વામી અને ગૌતમની તુલ્યતાની વક્તવ્યતા :
નિરતિચાર પંચમહાવ્રતના પાલક, ષકાય જીના રક્ષક, - જગતના જીવો સાથે મૈત્રીના ધારક, નૈષ્ઠિક બ્રહ્મવ્રતધારી
અને ધર્મના સાક્ષાત મૂર્તિ જેવા ૧૪ હજાર મુનિરાજે અને ૩૬ હજાર સાધ્વીજી મહારાજના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામી સમકસરણમા બિરાજમાન હતા આખા એ મગધ દેશમાં અને ખાસ કરી શજગૃહી નગરીની જનતા ખુશખુશ હતી દેવાધિદેવના દેદાર જોઈને સૌના હૈયા પૂર્ણાનન્દની મસ્તીમાં મસ્ત હતાં. આર્થિક દષ્ટિની જેમ આ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જનતા પૂર્ણ હતી પણ દેવાધિદેવના મુખ્ય ગણધર, ચાર જ્ઞાનના સ્વામી, સંઘના અધિનાયક ગૌતમસ્વામીજીનું હૃદય કેવળજ્ઞાનના અભાવમાં બેકરાર હતું, વિચલિત હતું. “મારા હાથે દીક્ષિત થયેલાઓ પણ કેવળજ્ઞાન મેળવી શક્યા છે ત્યારે મને હજી સુધી કેવળજ્ઞાન કેમ નથી? શા માટે નથી ?” આવી રીતની વિષાદાવસ્થાને ભોગવનારા ગૌતમને, મહાવીરસ્વામી પોતે જ આમંત્રણ દઈને પિતાની પડખે બેલાવે છે અને આશ્વાસન આપતાં કહે છે કે – ગૌતમ! “ fage : Tr:, રાપથાર , દાદા મા " આમ કહીને પ્રેમભર્યા શબ્દોમાં ફરીથી કહ્યું કે – . (૧) ઉત્તર વિઠ્ઠોfણ જોવા હે ગૌતમ! તારે મારે નેહ સંબંધ આજનો નથી પણ ભવભવાંતરેનો છે,