________________
શતક ૧૪ મુંઃ ઉદ્દેશક-૪
२६३ પ્રાપ્તિ થયા વિના રહેતી હશે? અર્થાત્ ન જ રહે માટે નવની સ ખ્યા જે અખંડ છે અને મંગળકારી છે, અને ચારિત્ર વિના અખંડ સુખ અને માંગલ્ય પણ પ્રાપ્ત થતું નથી માટે નવમા સ્થાને ચારિત્ર દેદીપ્યમાન કરી રહ્યો છે. અને દશમા છેલ્લા સ્થાને વેદ પરિણામ શા માટે? કારણ બતાવતાં કહ્યું છે કે“ઉદયમાં આવતું કે ઉદ્દીર્ણ કરીને ઉદયમાં આવેલ પુરુષને પુરુષવેદ અને સ્ત્રીને સ્ત્રીવેદ સમ્યફચારિત્ર વિના કેઈ કાળે પણ ઉપશમિત થતો નથી. આ કારણે વેદ પરિણામને છેલ્લા સ્થાને મૂક્યો છે.
હવે અજીવના પણ દશ પરિણામ નીચે લખ્યા પ્રમાણે જાણવા.
બંધ, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુ લઘુ અને શબ્દ પરિણામે અજીવના છે.
એ
શતક ૧૪ નો ઉદ્દેશ ચતુર્થ પૂર્ણ. મા