________________
શતક ૧૪ મું ઉદ્દેશક-૪
૨૬૧ છ દ્રામાં પરિણામી દ્રવ્ય જીવ અને પુગલ છે. દ્રવ્યાસ્તિક નય પ્રમાણે રૂપાન્તર થઈને પણ સર્વથા જેનો વિનાશ નથી, અને પર્યાયાન્તર નયે પૂર્વ પર્યાયનો નાશ તથા બીજ પર્યાયનો ઉત્પાદ એ દ્રવ્યનો પરિણામ છે.
જીવ પરિણામ જીવને આધીન હોવાથી પ્રાયેગિક છે, તેના દશ ભેદ છે.
(૧) ગતિ પરિણામ :-ગતિનામ કર્મને લઈને ગત્યન્તર એટલે નરકથી મનુષ્યાદિ પર્યાની પ્રાપ્તિ થાય તે ગતિ પરિણામ છે
(૨) ઈન્દ્રિય પરિણામ –જેનાથી ઈન્દ્રિયની પરિણામ
થાય.
(૩) કપાય પરિણામ :-સંસારમાં પરીભ્રમણ કરાવનારા કષાના કારણે પરિણામ થાય.
(૪) લેશ્યા પરિણામ –પ્રતિ સમયે બદલાતી લેણ્યાએના કારણે પરિણામ થાય.
(૫) વેગ પરિણામ -મન, વચન અને કાયાનું પરિણમન.
(૬) ઉપયોગ પરિણામ -ઉપગમાં ફેરફાર થે.
(૭) જ્ઞાન પરિણામ, (૮) દર્શને પરિણામે, (૯) ચારિત્ર પરિણામ, (૧૦) વેદ પરિણામ. પરિણામમાં ક્રમનું કારણ
બધાએ ભાવે ગતિ પરિણામ વિના હોઈ શકતા નથી,