________________
શતક ૧૪ મું : ઉદ્દેશક–૪
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, શાશ્વત કાળમાં રૂક્ષ અને સ્નિગ્ધ, આ બંને સ્પર્શી પર માણુ તથા સ્કંધમાં રહેલાં છે, મતલબ કે પરમાણુમાં રૂક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ બેમાંથી એક સ્પર્શ રહ્યો હોય છે અને દ્વગુકાદિમાં બંનેની વિદ્યમાનતા છે પ્રવેગ અને વિશ્વસાકરણથી નીલાદિ વર્ણોને પરમાણુ તથા સ્કંધમાં પરિણામે થાય છે અને જ્યારે તે પરિણામે નિજીર્ણ થાય છે ત્યારે પરમાણુમાં એક જ વર્ણ–ગંધ અને રસ શેષ રહે છે જ્યારે સ્પર્શમાંથી–ઉષ્ણ કે શીતમાંથી એક અને રૂક્ષ કે સ્નિગ્ધમાથી એક આમ બે સ્પર્શ શેષ રહે છે અને લઘુ, ગુરુ, મૃદુ અને કઠોર આ ચારે સ્પર્શી અપેક્ષાકૃત હોવાથી પરમાણુમાં તેમની હાજરી હોતી નથી.
જીવાત્મા પણ એક સમયમાં દુઃખના નિમિત્તોને લઈ દાખી થયેલ છે તથા સુખના નિમિત્તે સુખી થયેલ છે. આ પ્રમાણે સુખ–દુઃખના નિમિત્તો એક સમયમા પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ બંનેનું વેદન એક સમયમાં થતું નથી તેમ જ કાળ સ્વભાવ આદિના કારણે શુભાશુભ કર્મબંધનના હેતુભૂત કિયાએથી અનેક પ્રકારના દુ ખિતત્વ આદિ પરિણામને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનાવરણીય કર્મો જ્યારે ક્ષીણ થાય છે ત્યારે જીવ સિદ્ધ થાય છે. પુદગલ પરમાણુ શાશ્વત કે અશાશ્વત?
ભગવતે કહ્યું કે, અમુક અપેક્ષાએ પરમાણુ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. પુગલ પરમાણુરૂપ અને