________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૩ દેવામાં શું વિનયાદિ કર્મ હોય છે?
આકાશમાં સૂર્ય અને ચંદ્રના વિમાનની જેમ લેક શાશ્વતે હેવાના કારણે સ્વર્ગ અને નરક ભૂમિઓ પણ શાશ્વત છે. માટે સ્વર્ગ નરકમાં જવાવાળા અને ત્યાંથી બહાર આવવાવાળા જી પણ અનાદિ કાળથી છે અને રહેશે. પુણ્યકમી આત્મા સ્વર્ગમાં જાય છે અને પાપકર્મી આત્મા નરકમાં જાય છે. માટે પોતપોતાના કર્મોની બેડીઓમાં ફસાયેલા આત્માઓ પરાધીન છે. આત્માના એક એક પ્રદેશમાં બંધાઈ ગયેલા ભયંકરમાં ભયંકર વૈર–વિરોધના અનંત પરમાણથી ગ્રસ્ત થયેલા નારકેની પાસે સવિચારણા માટે એકેય સમય નથી. દેવગતિના દેવ મહાપુણ્યવ ત હોવાના કારણે પુણ્યકર્મનાં ભેગવટામાં અલમસ્ત બનેલા છે, અને તિર્યંચ પાસે અભિવ્યક્ત ભાષા અને હાથ આદિને અભાવ હોવાના કારણે સત્કર્મો કરવા માટે તેમને પણ ચાન્સ પ્રાયઃ કરીને નથી હોતું. તેમ છતા પણ સમ્યગદર્શનના પ્રકાશમાં કઈ વાર જ સારે અવસર મળી શકે છે અને અમુક જીવે તેને લાભ લઈ શકે છે.
દ્રવ્ય સત્કર્મો યદ્યપિ મહત્વના જ છે, તથાપિ ભાવ સત્કર્મો તેમનાથી પણ ઘણું મહત્વશાલી હોય છે તેમાં બેમત નથી.
સંસારભરના બધાએ જીવાત્માઓની અપેક્ષાએ ભાવસંયમ ધર્મની આરાધના કરવામાં જૈન મુનિઓ ઉત્કૃષ્ટતમ છે. કેમકે બાહ્ય તપ ત્યાગથી પણ તેઓ શ્રેષ્ઠ છે અને ભાવ તપ