________________
૨૪૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વર્તમાન ભાવ પૂરતું પોતાના આયુષ્યને ત્રીજો ભાગ જ્યારે શેષ રહે ત્યારે આયુષ્ય કર્મ બંધાય છે. જેમકે કઈ જીવનું ૩૩ વર્ષનું આયુષ્ય હતા તેમાંથી ૨૨ વર્ષ વીત્યા પછી શેષ ભાગના ૧૧ વર્ષમાં ગમે ત્યારે પણ આયુષ્યકર્મનું બંધન થશે અને છેવટે અંતિમ શ્વાસોશ્વાસમાં બંધાશે. અનંતરોપન્નક જીવેને તેવા પ્રકારના આયુષ્યબ ધનના અધ્ય વસાને અભાવ હોવાથી આયુષ્ય બાધી શકતા નથી. અનંતરપરંપર અનુત્પન્નક જીવો વિગ્રહગતિમા હેવાથી તેમને ઉત્પાદ નથી, માટે આયુષ્યબંધન પણ નથી. જ્યારે પરંપરોપન્નક જ આયુષ્યના ૬ મહિને શેષ રહે ત્યારે અને જઘન્યથી કેવળ અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે આવતા ભવને માટે મનુષ્યનું અથવા તિર્ય ચનું આયુષ્ય બાંધે છે. પણ નરક કે દેવગતિના આયુષ્યબંધનની એગ્યતા ન હોવાથી તેમજ દેવજીને પણ દેવ અને નરક આયુષ્યની યોગ્યતા ન હોવાથી બાધતા નથી.
આ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમાનિક સુધી સમજી લેવું.
પરંપત્પિન્નક જે તિર્યંચ અને મનુષ્ય છે તે ચારે ગતિનું બંધન કરે છે. આ પ્રમાણે નરગતિમાંથી બહાર આવેલા નારકેને બીજા સ્થાને ઉત્પન્ન થવામાં એક જ સમય લાગે તે અન તર નિર્ગત કહેવાય છે અને બે સમય લાગે તે પરંપરત્પન્નક નારક કહેવાય છે અને જે નરકગતિમાંથી નીકળી ગયા છે પણ હજી વિગ્રહગતિમાં છે એટલે કે ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત કરી શક્યા નથી, તે અનંતર પરંપરક અનિર્ગત કહેવાય છે.
આ શતક ૧૪ નો ઉદેશે પહેલે પૂર્ણ. માં