________________
૨૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લા. ૩
મુક્ત બનીને ભાવ આધ્યાત્મિક્તા તરફ પ્રસ્થાન કરતે કલ્યાણ પામશે અન્યથા અકલ્યાણ પામશે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં છદ્યસ્થ મુનિને કે ગૃહસ્થને સુખદાયક ભૌતિક પદાર્થો અને ચમત્કારની પ્રાપ્તિમાં કઈક સમયે ચારિત્રબળ અને કેઈક સમયે કે સ્થળે પુણ્યબળ પણ કામ કરી રહ્યું હોય છે.
મહાવ્રતની કે સમિતિ ગુપ્તિધર્મની આરાધના કર્મોની નિર્જરા માટે કરનાર મુનિનું જીવન અને શરીર બીજાઓને માટે ભાવમંગળ સ્વરૂપે બને છે, જેનાથી તેવા મહાતપસ્વી સુનિઓનાં દર્શનવંદન અને ઉપાસનાથી ગૃહસ્થ સંસારના ભૌતિક લાભ મેળવી શકે છે, જ્યારે નિર્જરા માટે આરાધના ન કરનાર મુનિએ કેવળ પૂર્વના પુણ્યના કારણે ગૃહસ્થને માટે ચમત્કારરૂપ બને છે. ખાસ વાત એ છે કે જે તે મુનિ આરાધક હશે તે પ્રતિક્રમણાદિથી પોતાના આત્માને બચાવી લેશે અન્યથા ગૃહસ્થની માથાકૂટમાં પડેલે મુનિ વિરાધક બનીને પોતે પિતાનું અધપતન કરશે.
પહેલા ભાગમાં વર્ણવાઈ ગયેલા વૈકિય રૂપ આદિને મૂળ સૂત્રથી જાણી લેવા.
શતક ૧૩ નો ઉદેશ નવમે પૂ.
અ.