________________
૨૨૫
શતક ૧૩ મું : ઉદ્દેશક-૮ રજ ચડ્યા વિના રહેતી નથી. જૈન શાસન તે પ્રક્રિયાને કર્મબંધન કહે છે. ખાધેલા ખોરાકને અમુક ભાગ લેહરૂપે, માં રૂપે, મેદરૂપે, હાડકાંરૂપે ચાવત્ શુક કે રજરૂપે નિણિત થઈ જાય છે, તેવી રીતે નવાં બંધાતાં કર્મોના પણ ચાર વિભાગ પડી જાય છે. તેને જ પ્રકૃતિ (સ્વભાવ, રસ, સ્થિતિ અને પ્રદેશ કહેવાય છે. જુદા જુદા અધ્યવસાયેથી બધાયેલાં કર્મોને સવભાવ એકરૂપ નથી હોતે પણ આઠ રૂપે હોય છે. જેમકે
(૧) ચૈતન્ય સ્વરૂપ આત્માના ચૈતન્ય(જ્ઞાન)ને જે અવછે તે જ્ઞાનાવરણીય
(૨) દર્શન સ્વરૂપી આત્માને દર્શન અવરેજના અનુભવે થાય તે દર્શનાવરણીય. - (૩) શુદ્ધ સ્વરૂપી આત્માને જેનાથી સુખ–દુઃખના અનુભ થાય તે વેદનીય.
(૪) પોતાની મૂળ સ્થિતિનું ભાન થવા દે નહિ તેમ શુદ્ધ સ્વરૂપનાં પ્રકટીકરણમાં પણ પથ્થર ફેકતો રહે તે મેહનીય કર્મ.
(૫) સુખ-દુખના ભંગ માટે શરીરની રચનામાં રહેલું પાર્થફય નામકર્મના કારણે છે.
(૬) જીવનું ઉંચનીચપણું ગોત્રકર્મને આધીન છે. (૭) ચારે ગતિમાં રખડપટ્ટી કરાવનાર આયુષ્યકર્મ છે. (૮) જીવનની બધી વાતમાં અવરોધ કરે તે અંતરાય
આ પ્રમાણે અધ્યવસાને આધીન થઈને કર્મોને બાંધતા